ગાંધીનગર

પેટ્રોલ/ડીઝલમાં ભાવ વધારીને મોંઘવારી વધારવાનુ સરકારનું કાવતરું : આમ આદમી પાર્ટી

ગાંધીનગર :
આમ આદમી પાર્ટી ગાંધીનગરથી જય વાઘેલાએ જણાવ્યું હતું કે દેશ અને રાજ્યમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંધબારણે સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભરખમ વધારો કરી રહી છે આજે કોરોના જેવી મહામારી અને સ્વયંભૂ lockdown થી આજે દરેક વ્યક્તિ અને સામાન્ય પરિવાર અને ખેડૂત ને એવી ગંભીર પરિસ્થિતિ સાથે બેરોજગારી અને મોંઘવારીથી પીડાય રહ્યો છે. સાથે વાવાઝોડાથી થી ખેડૂતો અને મધ્યમવર્ગ પીસાઈ રહ્યો છે. ત્યારે સરકાર કોઈપણ જાતની ગંભીરતા વગર અને બેદરકારી દાખવીને સતત પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારીને ફરી એક વખત મોંઘવારી વધારવાનુ કાવતરું કરી રહી છે. ત્યારે શું સુપ્રીમ ( SC) કોર્ટ અને હાઇકોર્ટ (HC) એ વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ટકોર ના કરવી જોઈએ જે વધતી જતી મોંઘવારીનુ મુખ્ય કારણ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x