રાષ્ટ્રીય

આજે ‘યાસ’ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે, આ રાજ્યોના અનેક જિલ્લામાં કરાયુ એલર્ટ

તૌક્તે બાદ હવે ‘યાસ’નું સંકટ તોડાઈ રહ્યુ છે. ભારતીય હવામાન વિભાગે 26 મેએ યાસ વાવાઝોડાના ઓડિશા- પશ્ચિમ બંગાળના તટથી પસાર થવાની આશંકાને ધ્યાનમાં રાખતા ઓડિશા સરકારે 30મેથી 14 જિલ્લાને સતર્ક કરી દીધા છે. રાજ્ય સરકારે શુક્રવારે ભારતીય નૌસેના તથા ભારતીય તટ રક્ષક દળની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવાનો આગ્રહ કર્યો છે.

હવામાન વિભાગે ગુરુવારે કહ્યુ કે 22 મેએ બંગાળની ખાડીના પૂર્વ મધ્ય ભાગ પર એક લો પ્રેશરનો વિસ્તાર બનશે જે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે અને 26 મેએ ઓડિશા- પશ્ચિમ બંગાળના તટ સાથે અથડાઈ શકે છે.  ઓડિશાના મુખ્ય સચિવ એસસી મોહપાત્રાએ વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક કરતા કહ્યુ કે આ ચક્રવાત ‘યાસ’ની રાજ્ય પર કોઈ અસર પડી શકે છે તો રાજ્ય સરકાર કોઈ પણ સ્થિતિને પહોંચી વળવામાં તૈયારી કરી લીધી છે.
તેમણે કહ્યુ કે જો કે અત્યાર સુધીના હવામાન વિભાગના ચક્રવાતની શક્યતા, માર્ગ, સ્પીડ,  તટ સાથે અથડાવાના સ્થાન વગેરે અંગે જાણકારી નથી આપી. છતાં સરકારે તૈયારીઓ શરુ કરી દીધી છે.

કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને અંદમાન નિકોબાર દ્વીપ ગ્રુપને એ સુનિશ્ચિત કરવાનું કહ્યુ છે કે સ્વાસ્થ્ય કેન્દ્રો પર જરુરી દવાઓ તથા સંસાધનોના ભંડારને સુરક્ષિત કરવામાં આવે જેથી તોફાન દરમિયાન ઈમરજન્સીની સ્થિતિને પહોંચી વળાય.  તોફાન યાસ આ મહિનાના અંતમાં દેશના પૂર્વ તટીય વિસ્તારમાં એન્ટ્રી કરી શકે છે. ભારત હવામાન વિભાગે ગુરુવારે યાની જાણકારી આપતા કહ્યુ હતુ કે 22 મે ઉત્તરી અંડમાન સાગર અને આસપાસના પૂર્વ- મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની શક્યતા છે.

વિભાગના ચક્રવાતની ચેતવણી પ્રકોષ્ટની જાણકારી આપી છે કે આના આવનારા 72 કલાકમાં ધીરે ધીરે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની પુરી શક્યતા છે. આ ઉત્તર પશ્ચિમ દિશા તરફ વધી શકે છે.  અને 26મેથી સાંજે આસપાસના પશ્ચિમ બંગાળ- ઓડિસાના કિનારે પહોંચી શકે છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં તોફાનની અસર હોવા ઉપરાંત અંડમાન નિકોબાર દ્વીપસમૂહ અને પૂર્વ કિનારાના જિલ્લામાં ઝડપછી વરસાદ થઈ શકે છે અને પુરની સ્થિતિ પૈદા થઈ શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x