ગુજરાત

સુરત : ધો.5 પાસ ભાજપના ધારાસભ્ય ઝાલાવાડિયાએ કોરોના દર્દીને ઇન્જેક્શન લગાવી વિડિયો ઉતાર્યો.

સુરત :
સુરતના કામરેજ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. તેનો વિવાદિત વીડિયો સામે આવ્યો છે. વીડિયો પરથી ચર્ચા ચાલી રહી છે કે, કોરોના દર્દી ભાજપના નેતા માટે મજાક સમાન છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વી.ડી.ઝાલાવાડિયા ધોરણ 5 સુધીનો જ અભ્યાસ કર્યો છે અને એક ધારાસભ્ય તરીકે જે ગંભીરતા હોવી જોઈએ તે ગંભીરતા તેમનામાં જોવા મળી નથી. સરથાણા વિસ્તારમાં ભાજપના નેતાઓ દ્વારા આઇસોલેશ સેન્ટર છેલ્લા ચાર-પાંચ દિવસથી શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા દર્દીને પોતે રેમડેસિવિર ઇન્જેક્શન આપતા વીડિયોમાં દેખાયા હતા. એક ધારાસભ્ય તરીકે જે ગંભીરતા હોવી જોઈએ તે ગંભીરતા તેમનામાં જોવા મળી નથી. પોતે જાતે ઇન્જેક્શન દર્દીને આપી રહ્યા છે ત્યાં તમામ મેડિકલ સ્ટાફ ઉપસ્થિત હોવા છતાં પણ તેમણે પોતાની મનમાની કરી હોય તેવું લાગી રહ્યું છે.
વીડિયો પ્રમાણે, જ્યારે વી.ડી. ઝાલાવાડિયા ઇન્જેક્શન સલાઈનમાં નાખે છે. ત્યારે તેમની આસપાસના તેમના સમર્થકો જે પ્રકારે હસતા ઉભા રહ્યા છે તે જોતા એવું લાગે છે કે જાણે તેમના માટે આ તમામ પ્રક્રિયા મજાકના ભાગ સમાન છે. એક ધારાસભ્ય તરીકે હસતા હસતા જાણે મજાક ઉડાવતા હોય તેમ રેમડેસિવિર જેવા ઇન્જેક્શન દર્દીને આપવું એ કેટલું જોખમી છે. તેની જાણે તેમને કોઈ જ પડી નથી એ પ્રકારનું વર્તન તેમણે કહ્યું છે.
ભારતીય જનતા પાર્ટીના નેતાનું અત્યાર સુધીનું વર્તન થોડાઅંશે કોરોના સંક્રમણ સમય દરમિયાન કેટલીક કામગીરીને બાદ કરતા ગંભીરતા વગરનું જણાયું હતું તે પછી જાહેર સભાઓ હોય રેલીઓ હોય કે આઇસોલેશન સેન્ટરના ઉદ્ઘાટનમાં ટોળે ટોળા એકત્રિત કરવાની વાત હોય. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાનો વાઇરલ થયેલા વીડિયોને લઈને હવે તમામ લોકો ટીકા કરી રહ્યા છે. ભાજપ સમગ્ર ઘટનાક્રમને ખૂબ હળવાશથી લઇ રહી છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે સેન્ટરમાં દર્દીઓને આપવામાં આવતી સારવાર તેમના માટે માત્રને માત્ર ઔપચારિકતા પૂર્ણ કરવા જેવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x