ગુજરાત

સુરત : તક્ષશિલા અગ્નિકાંડને થયા બે વર્ષ છતાં ન્યાય ક્યારે મળશે.?

સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ :

24 મે 2019નો ગોજારો દિવસ સુરતવાસીઓની સાથે ગુજરાતીઓ ભૂલી શકે તેન નથી. આ અગ્નિકાંડનાં પડઘા આખા દેશમાં પડ્યા હતા. જેણે પણ તે નજારાનો વીડિયો જોયો તે કોઇ પણ તે ભયાનક ચિત્ર ભૂલી શકે તેમ નથી. આજથી બે વર્ષ પહેલા શહેરનાં (Surat) સરથાણા ખાતે આવેલા તક્ષશિલા આર્કેડમાં સાંજે ચાર વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જેમાં ધાબા પર બનાવવામાં આવેલા શેડમાં ચાલતા ક્લાસીસના 22 જેટલા માસૂમ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. એક તરફ બિલ્ડિંગના ચોથા માળેથી જીવ બચાવી વિદ્યાર્થીઓ કુદી રહ્યા હતાં, તો બીજી તરફ 16 જેટલા માસુમો આગની જ્વાળામાં લપટાયા હતા.

સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલી તક્ષશિલા આર્કેડમાં ગત 24 મે આગની ઘટના બની હતી. આ ઘટનામાં તક્ષશિલા આર્કેડના ચોથા માળે સળગી જવાથી 16 વિદ્યાર્થીઓના મોત થયા હતાં, ત્યાંજ 6 લોકોના ચોથા માળેથી કુદવાના કારણે મોત થયા હતાં. આમ સમગ્ર ઘટનમાં 22 માસૂમોનો જીવ ગયો હતો. અત્યાર સુધી આ અગ્નિકાંડમાં સંડોવાયેલા 14 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી 9 આરોપીઓને તો જામીન મળી ગયા છે. જે બાદ તેઓ પોતાની ફરજ પર પણ હાજર થઇ ગયા છે. જ્યારે પાંચ આરોપી હજુ પણ જેલમાં છે. જેલમાં બંધ આરોપીમાં ભાર્ગવ બુટાણી, રવિ કહાર, હરસુખ વેકરિયા, દિનેશ વેકરિયા, સવજી પાઘડાલ છે.

સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત રાજનેતાઓ, સેલિબ્રિટીઓ અનેક લોકોએ આ ઘટનાને ગંભીર ગણાવી હતી. આ ઘટનામાં નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (NHRC) એટલે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી અને જવાબ માગ્યો હતો. પરંતુ આ કેસમાં હજી સુધી આરોપીઓ સામે ચાર્જફ્રેમ જ કરવામાં આવી નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x