આરોગ્ય

જૂનમાં ​​​​​ બાળકો પર કોરોના વેક્સિનની ટ્રાયલ શરૂ

વેક્સિન બનાવતી કંપની ભારત બાયોટેક એની કોરોના વેક્સિનની ટ્રાયલ જૂનમાં ​​​​​ બાળકો પર શરૂ કરી શકે છે. કંપનીને 2થી 18 વર્ષનાં બાળકો પર ટ્રાયલની મંજૂરી સરકાર પાસેથી પહેલાં જ મળી ચૂકી છે. આ વિશે માહિતી કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ અને ઈન્ટરનેશનલ એડવોકેસી હેડ ડો. રાચેસ એલાએ આપી છે. એલાએ FICCI લેડીઝ ઓર્ગેનાઈઝેશન (FLO)ના સભ્યો સાથે વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન વિશ્વાસ અપાવ્યો હતો કે વેક્સિનને આ વર્ષના ત્રીજા અથવા ચોથા ક્વાર્ટર (લગભગ વર્ષના અંત સુધી)માં WHOથી લાઈસન્સની મંજૂરી મળવાની શક્યતા છે.

આ દરમિયાન FLOનાં ચેરપર્સન ઉમા ચિગરુપતિ પણ હાજર રહ્યાં હતાં. તેમણે કોરોનાને વૈશ્વિક સંકટ ગણાવ્યું હતું. એ સાથે જ કહ્યું હતું કે એની ભારત પર સૌથી વધારે અસર થઈ છે. સંક્રમિત કેસોના મામલે આપણે બ્રાઝિલને પણ પાછળ મૂકી દઈશું. દરેકને ચિંતા છે કે એની એકમાત્ર આશા વેક્સિન જ છે.

વર્ષના અંત સુધીમાં 70 કરોડ વેક્સિનનું થશે ઉત્પાદન
ડૉ. એલાએ કહ્યું, મને એ વાતની ખુશી છે કે અમારી મહેનત રંગ લાવી રહી છે. વેક્સિન સારી રીતે કામ કરી રહી છે અને અમે લોકોનાં જીવન બચાવી રહ્યા છીએ. અમે રોજ ઘરે જઈએ છીએ તો અમને સારું લાગે છે. વર્ષના અંત સુધીમાં અમે વેક્સિનની ઉત્પાદનક્ષણતા 70 કરોડ સુધી વધારી દઈશું.

સરકાર પાસેથી વેક્સિન માટે 1500 કરોડનો એડવાન્સ ઓર્ડર મળ્યો
ડૉ. એલાએ કહ્યું, અમને ખુશી છે કે સરકાર તરફથી અમને સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. આ યાત્રામાં જ્યાં પહોંચ્યા છીએ ત્યાં ઊભા રહેવા માટે સક્ષમ છીએ. વેક્સિનને ICMR સાથે મળીને વિકસિત કરવામાં આવી છે. સરકાર પાસેથી 1500 કરોડનો એડવાન્સ ઓર્ડર મળ્યો છે, એ અમને ઘણો મદદરૂપ થશે, તેથી અમે ગુજરાત અને બેંગલુરુમાં કંપનીનું વિસ્તરણ કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું હતું કે ગયા વર્ષે અમે પ્રોડક્ટને ડેવલપ કરવા પર ધ્યાન આપ્યું હતું. અમે હવેે એની ઉત્પાદનક્ષમતા પર કામ કરી રહ્યા છે.

12 મેના રોજ આપવામાં આવી હતી મંજૂરી
આ પહેલાં ભારત સરકારે 12 મેના રોજ 2થી 18 વર્ષનાં બાળકો માટે ભારત બાયોટેકની કો-વેક્સિનની મંજૂરી આપી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ 10થી 12 દિવસમાં શરૂ થશે. આ મંજૂરી DCGIની એક્સપર્ટ ટીમ (SEC)ની ભલામણ પછી આપવામાં આવી હતી. આ ભારતની પહેલી વેક્સિન હશે, જે બાળકોને આપવામાં આવશે.

ભારતમાં મળેલા વેરિયન્ટ વિરુદ્ધ ફાઈઝર અને એસ્ટ્રાજેનેકાની વેક્સિન 80% પ્રભાવી
બીજી બાજુ, બ્રિટિશ સરકાર તરફથી કરવામાં આવેલા એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે એસ્ટ્રાજેનેકા અને ફાઈઝર વેક્સિનના બે ડોઝ ભારતમાં મળેલા કોરોના વેરિયન્ટ B.1.617.2 વિરુદ્ધ 80% સુધી પ્રભાવી છે. આ સ્ટડી પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના આંકડા પર આધારિત છે. આ સિવાય આ બંને વેક્સિન ઈંગ્લેન્ડના કેન્ટમાં મળેલા વેરિયન્ટ B.1.7.7 વિરુદ્ધ 87% સુરક્ષિત છે. આ દરેક પરિણામ સરકારની ન્યૂ એન્ડ ઈમર્જિંગ રેસ્પિરેટરી વાયરસ થ્રેટ્સ એડવાઇઝરી ગ્રુપની મીટિંગમાં રજૂ કરવામાં આવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x