આરોગ્ય

GSTની રકમથી 20 કરોડ નાગરિકોને રસી આપી શકાયઃ કોંગ્રેસ

દેશ અને રાજ્ય કોરોના મહામારીથી પિડાઇ રહ્યા છે તેમ કોંગ્રેસના મુખ્ય પ્રદેશ પ્રવકત્તા ર્ડા. મનિષ દોશીએ જણાવ્યું હતું. તેમણે એવી માગ કરી હતી કે, કેન્દ્ર સરકાર જીએસટીથી 6 હજાર કરોડ કમાશે. આ 6 હજાર કરોડની રકમને માફ કરવી જોઇએ. પ્રવકત્તા દોશીએ કહ્યું હતું કે, રૂ. 6 હજાર કરોડમાંથી કોરોના મહામારીમાં 12 લાખ ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ ખરીદી શકાય. આવી જ રીતે 1.20 લાખ નવા વેન્ટીલેટર હોસ્પીટલમાં સ્થાપિત કરી શકાય. આ 6 હજાર કરોડમાંથી 20 કરોડ નાગરિકોને વેક્સિન આપી શકાય.

કોંગ્રેસ પ્રવકત્તાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાજય અને ખાનગી હોસ્પિટલ કોવિશીલ્ડ વેકસીન ખરીદે છે તેમાંથી એક વર્ષમાં રૂ.1968 કરોડ કમાય છે. રાજય અને ખાનગી હોસ્પીટલો કોવેકસીન ખરીદે તેમાંથી રૂ. 1050 કરોડ જી.એસ.ટી. વસૂલવામાં આવશે. આમ,માત્ર વેકસીન પર રૂ. 3018 કરોડનો જીએસટી કેન્દ્ર વસુલ કરી રહીં છે. ઓક્સિજન કંસન્ટ્રેટર્સની 36 લાખની માગ છે અને તેની રૂ. 50 હજાર કિંમત ગણીએ તો કેન્દ્ર સરકાર રૂ. 1446 કરોડનો જીએસટી વસુલશે. રેમડેસીવીર ઇન્જેકશનની 6 કરોડની માગ સામે રૂ. 1446 કરોડનો જીએસટી વસુલાશે. એકંદરે 6 હજાર કરોડ જેટલો પ્રતિવર્ષ જીએસટી કેન્દ્ર સરકાર વસુલશે.

કોના પર કેટલો GST

વિગત GST(%)
વેકસિન 5
રેમડેસીવીર ઇન્જેકશન 12.00
ઓકિસજન કન્સન્ટ્રેટર્સ 12.00
વેન્ટીલેટર 12
મેડિકલ ઓકિસજન 18
સેનેટાઇઝર 18
એમ્બ્યુલન્સ 28

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x