આરોગ્યગાંધીનગરગુજરાત

કોરોનાની ત્રીજી લહેર માટે તંત્ર સતર્ક થયું, ગાંધીનગરમાં 850 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર

Gandhinagar :

કોરોનાની બીજી લહેરમાં ગુજરાતમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. લોકોને હોસ્પિટલમાં બેડ મળતા ના હતા. 12 થી 18 કલાક સુધી વેઇટિંગ હોસ્પિટલમાં દાખલ થવામાં હતું. જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને તંત્ર સતર્ક થઇ ગયું છે. ગાંધીનગરમાં કોવિડ હોસ્પિટલ (Covid Hospital) તૈયાર કરવામાં આવી છે.

ગાંધીનગર ખાતે 850 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. મહાત્મા મંદિર કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં 225 વેન્ટિલેટર બેડ તથા 625 ઓક્સિજન બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સાથે જ ઓક્સિજનની અછતના રહે તે માટે 54 ટનની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટાંકી ઊભી કરવામાં આવી છે.આ હોસ્પિટલ ડીઆરડીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

આ સાથે જ દર્દીને આવવા માટે એન્ટ્રી પોઈન્ટ પર પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલમાં ગેટ નં. 3 ખાતે દર્દીઓને પ્રવેશ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઇમરજન્સી કેસમાં સારવાર આપવા એન્ટ્રી પોઈન્ટ પર પણ 21 વેન્ટિલેટર બેડ બનાવાયા છે જેથી દર્દીને કોઈ તકલીફ ના પડે. તબીબો મહાત્મા મંદિરના ગેટ નં.6 પરથી એન્ટ્રી કરશે. ઓક્સિજન વોર્ડમાં બેડ વચ્ચે 1.80 મીટરની જગ્યા આપવામાં આવી છે. આઈસીયુ વેન્ટિલેટર વોર્ડમાં બે વચ્ચે 2.2. મીટરની જગ્યા આપવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x