વિશ્વમાં કોરોનાના સૌથી ઘાતક હુમલાનું જોખમ, હાલમાં ઇમરજન્સી જેવી સ્થિતિ, તાત્કાલિક પગલા નહીં ભરે તો કોરોના મહામારીનો ભયાનક અંત
ન્યૂયોર્ક :
જો વિશ્વના નેતાઓ દ્વારા તાત્કાલિક પગલા ભરવામાં નહીં આવે તો કોરોના મહામારીનો અંત ભયાનક રીતે હાર્ડ ઇમ્યુનિટી આવશે. નિષ્ણાતોનું માનવું છે કે હાલમાં વિશ્વમાં કોરોનાના એકથી વધારે ટ્રાન્સમિસિબલ વેરાઇન્ટ્સ જોવા મળી રહ્યાં છે અને તેઓ લાખો લોકોને ઇન્ફેક્ટેડ કરી રહ્યાં છે. નવા પુરાવાઓમાં જાણવા મળ્યું છે કે ભારતમાં પ્રથમ વખત જોવા મળેલ બી.1.617.2 વેરિએન્ટ બ્રિટનમાં પ્રથમ વખત દેખાયેલા બી.1.1.7 વેરિઅન્ટ કરતા અનેકગણું વધારે ટ્રાન્સમિસિબલ છે. ઉલ્લેખનીય છે કે બી.1.617.2 થી વેરિએન્ટે અનેક લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. બી.1.1.7 કરતા બી. 1.617.2 ની સંક્રમણ ફેલાવવાની શક્તિ અનેકગણી વધારે છે. અગાઉ બ્રિટિશ પબ્લિક હેલ્થ એજન્સીએ પણ આવો જ એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો.
લંડન સ્કૂલ ઓફ હાઇજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિનમાં કાર્યરત એપિડેમિઓલોજિસ્ટ એડમ કુચારસ્કીના જણાવ્યા અનુસાર બ્રિટનમાં જે ઝડપથી સંક્રમણ ફેલાયુ હતું તેના પરથી લાગે છે કે આ વેરિઅન્ટની સંક્રમણ ફેલાવવાની શક્તિ અનેકગણી વધારે છે. ભારત અને નેપાળ તેના તાજા ઉદાહરણ છે. આ બંને દેશોમાં આ વેરિઅન્ટ દ્વારા ફેલાયેલા સંક્રમણની ઝડપ ખૂબ જ વધારે હતી. ખૂબ જ વધારે સંક્રમણ ફેલાવવાની શક્તિ ધરાવતા આ વેરિઅન્ટ સમગ્ર વિશ્વના લોકો માટે ખૂબ જ ઘાતક પુરવાર થઇ શકે તેમ છે. ઓછી ઇમ્યુનિટી ધરાવતા લોકો તેનો ઝડપથી શિકાર બની શકે છે.
સંક્રમણ વધારે ફેલાવવાની શક્તિ એક ભયાનક બાબત છે. જો કે કોઇ વાઇરસ સરેરાશ ત્રણ વ્યકિત અને અન્ય કોઇ વાઇરસ સરેરાશ ચાર વ્યકિતને સંક્રમિત કરવાની શક્તિ ધરાવે છે તો બીજો વાઇરસ અનેક ગણું વધારે ઘાતક પુરવાર થાય છે કારણકે જો આ બાબત લાંબા સમય સુધી ચાલે તો ચાર વ્યકિતને સંક્રમિત કરનાર વાઇરસ વધારે પ્રમાણમાં નુકસાન પહોંચાડી શકે છે. નિષ્ણાતોએ વધુમાં જણાવ્યું છે કે જો બી.1.617.2ની સંક્રમણ ફેલાવવાની શક્તિ અંદાજ જેટલી ઘાતક ન પણ હોય તો પણ સમગ્ર વિશ્વમાં હાલમાં ઇમરજન્સી જેવી સ્થિતિ છે.
ભારતમાં જે રીતે આવશ્યક મેડિકલ સેવાઓની અછતને કારણે કોરોના દર્દીઓના મોત થયા તેવી જ સ્થિતિ હાલમાં નેપાળથી લઇને ફિલિપાઇન્સ તથા દક્ષિણ આફ્રિકાથી લઇને નાઇજિરિયામાં જોવા મળી રહી છે. અહીંયા પણ મેડિકલ ઓક્સિજનની અછત ઉભી થઇ છે. આ સમસ્યાનો એક જ ઉકેલ છે તે એ છે કે વેક્સિનેશનની ઝડપ વધારવામાં આવે. વેક્સિન ઉત્પાદક દેશોના અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવવાની જરૂર છે. આ દેશોએ શક્ય તેટલા વધુ પ્રમાણમાં વેક્સિનનું ઉત્પાદન કરવું જોઇએ. ચીન અને રશિયાની વેક્સિન પણ અસરકારક પુરવાર થઇ છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ વેક્સિનનો જથ્થો સૌથી પહેલા એવા દેશોને પહોંચાડવાની જરૂર છે જ્યાં કોરોના સંક્રમણ સૌથી વધારે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં વિકસિત દેશો કે જ્યાં સંક્રમણ ઘટી ગયું છે તેમની પાસે વેક્સિનનો સૌથી મોટો જથ્થો છે. જ્યારે વિકાસશીલ દેશો કે જ્યાં સંક્રમણ વધારે છે ત્યાં વેક્સિનની અછત જોવા મળી રહીછે.