આંતરરાષ્ટ્રીય

સંસદની ચાલુ બેઠકમાં સાંસદે કોફી કપમાં જ પેશાબ કરતાં વિવાદ

ઓટાવા :

કેનેડામાં સંસદીય સત્રની ઓનલાઇન બેઠક ચાલી રહી હતી ત્યારે જ એક સાંસદ કેમેરા સામે જ પેશાબ કરતા જોવા મળ્યા હતા. ચાલુ બેઠક દરમિયાન કોફીના કપમાં પેશાબ કરતો સાંસદનો વીડિયો પણ વાઇરલ થઇ રહ્યો છે. અમોસ નામના આ જ સાંસદ અગાઉ જાહેરમાં નગ્ન નજર આવ્યા હતા. જ્યારે આ વખતે તેઓએ ચાલુ બેઠકમાં કોફી કપમાં પેશાબ કરી દીધો હતો. જેને પગલે બેઠકમાં હાજર અન્ય લોકો માટે ભારે શરમજનક સ્થિતી ઉભી થઇ ગઇ હતી.

જોકે સાંસદ વિલિયમ અમોસે પોતાની આ હરકતોની માફી માગી લીધી હતી. ગુરૂવારે પોતાના ટ્વિટર પર તેમણે લખ્યું કે ગત રાત્રે હાઉસ ઓફ કોમન્સની બેઠકની કાર્યવાહી દરમિયાન મે એક ગેર-સાર્વજનિક કામ કર્યું હતું. મે મીટિંગ દરમિયાન જ પેશાબ કરી દીધો હતો. જોકે મને બાદમાં અહેસાસ થયો કે બેઠકનો કેમેરો ચાલુ હતો. બાદમાં તેમણે કહ્યું કે હું મારી આ હરકતોને કારણે માફી માગુ છું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x