લોકો કૃષિ કાયદા અને દિલ્હીમાં થયેલા રમખાણો તેમજ કોરોના સામે લડવાની મોદી સરકારની પદ્ધતિથી લોકોમાં ભારે નારાજગી : સરવે
નવી દિલ્હી :
દેશમાં કોરોના સંક્રમણનો ખતરો છે. તેમજ આર્થિક મોર્ચે પણ તમામ પ્રકારની મુશ્કેલીઓ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનો બીજો વર્ષ 30 મેના રોજ પૂર્ણ થઇ રહ્યો છે. આ પ્રસંગે એક ટેલિવિઝન દ્વારા મોદી સરકારના દેખાવ અંગે એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં પૂછવામાં આવ્યું હતું કે હાલમાં દેશમાં સૌથી મોટી સમસ્યા કઇ છે ? તેના જવાબમાં લોકોએ જણાવ્યું હતું કે હાલમાં સૌથી મોટી સમસ્યા કોરોના સંક્રમણ છે. સર્વેમાં ભાગ લેનારા 36 ટકા લોકોએ કોરોનાને સૌથી મોટી સમસ્યા ગણાવી હતી. કોરોના પછી બેકારી, મોંઘવારી, કૃષિ, ભ્રષ્ટાચાર સહિતની સમસ્યાઓ હોવાનું લોકોએ જણાવ્યું હતું. જ્યારે સર્વેમાં પૂછવામાં આવ્યું કે મોદી સરકારના બીજા કાર્યકાળમાં સૌથી મોટી નારાજગી કઇ છે ? તો તેના જવાબમાં લોકોએ જણાવ્યું હતું કે પ્રજા કોરોના સામે લડવામાં સરકારના પ્રયાસોથી નારાજ છે. સર્વેમાં 40 ટકા લોકો કોરોના સામે લડવાની પદ્ધતિથી સરકારથી નારાજ છે. આ ઉપરાંત લોકો કૃષિ કાયાદા અને દિલ્હીમાં થયેલા રમખાણો અંગે પણ સરકારથી નારાજ છે.
બીજી લહેરમાં વડાપ્રધાન દ્વારા પ્રચાર કરવો યોગ્ય હતો કે નહીં ? તો તેના જવાબમાં શહેરના 58 ટકા અને ગામના 61 ટકા લોકોએ જણાવ્યું હતું કે મોદી દ્વારા પ્રચાર કરવો યોગ્ય ન હતો.
લોકડાઉનનો નિર્ણય યોગ્ય હતો કે નહીં ? તો તેના જવાબમાં શહેરના 76 ટકા અને ગામના 65 ટકા લોકોએ જણાવ્યું હતું કે લોકડાઉનનો નિર્ણય યોગ્ય હતો. જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે ચાલુ વર્ષે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન નહીં લગાવવાનો નિર્ણય યોગ્ય હતો કે નહીં ? તો તેના જવાબમાં શહેરના 67 ટકા અને ગામના 52 ટકા લોકોએ સરકારના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.