ગાંધીનગરગુજરાત

ગાંધીનગરની ઉ.માધ્યમિક શાળામાં નવા 146 શિક્ષણ સહાયકોની આજે નિમણૂંક

ગાંધીનગર:

 કોરોના કાળના કારણે સરકારની ભરતી પ્રક્રિયા ઉપર બ્રેક વાગી ગઇ છે. ત્યારે અગાઉ પાસ થયેલાં ઉમેદવારોને નિમણૂંક આપવા માટે રાજ્ય સરકારે મન બનાવ્યું છે. જે અંતર્ગત ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ઘણા વખત પહેલાં કરવામાં આવેલી ભરતી પ્રક્રિયાના ભાગરૃપે શિક્ષણ સહાયકોને આવતીકાલે નિમણૂંકપત્ર આપવામાં આવશે. મુખ્યમંત્રીના હસ્તે પાંચ શિક્ષણ સહાયકોને નિમણૂંક આપવામાં આવ્યા બાદ ગાંધીનગર શહેર અને જિલ્લાના કુલ ૧૪૬ ઉમેદવારોને પત્ર આપવામાં આવશે. શિક્ષણ સહાયકોની નિમણૂંકથી ગાંધીનગરમાં ઉચ્ચત્તર માધ્યામિક શાળામાં શિક્ષણના ગુણવતા સુધરશે.

ગાંધીનગર જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાને કારણે બોર્ડના રીઝલ્ટમાં તેની અસર જોવા મળતી હતી. સરકારે પ્રવાસીશિક્ષકોની યોજના શરૃ કર્યા બાદ ઉ.માધ્યમિક વિભાગમાં પ્રવાસી શિક્ષકોથી જ અભ્યાસ કરાવવામાં આવતો હતો તેમ કહીએ તો પણ ખોટું નથી.એક બાજુ કોરોનાની એક ઉપર બીજી લહેર છેલ્લા બે વર્ષમાં ચાલુ રહી હતી આવી સ્થિતિમાં શિક્ષણ સહાયકો કે જેઓ ઘણ વખતથી પરીક્ષા પાસ થઇને બેઠાં હતા તેમને નિમણૂક પત્રો આપવામાં આવતા ન હતા ત્યારે આખરે રાજ્ય સરકાર દ્વારા આ શિક્ષણ સહાયકોને નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે જે અંતર્ગત આવતીકાલે મુખ્યમંત્રી દ્વારા પાંચ ઉમેદવારોને નિમણૂક આપવામાં આવશે. ગાંધીનગરમાં કુલ ૧૪૬ જેટલા શિક્ષણ સહાયકની નિમણૂક આવતીકાલે કરવામાં આવનાર છે જે પૈકી પાંચ ઉમેદવારોને મુખ્યમંત્રી નિમણૂક આપશે જ્યારે કલેક્ટર દ્વારા ૨૦ ઉમેદવારોને એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવશે. જ્યારે ૧૨૦ જેટલા ઉમેદવારોને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સે.૧૨ની માધ્યમિક શાળામાં નિમણૂકપત્રો આપવામાં આવશે.

 ઘણા વખત બાદ શિક્ષણ સહાયકો એટલે કે, શિક્ષકોને નિમણૂક આપવામાં આવતા અન્ય શિક્ષકો ઉપર કામગીરીનો ભાર હળવો થશે .ત્યારે ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભરત વાઢેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એક સાથે ૧૪૬ શિક્ષણ સહાયકોને નિમણૂક આપવામાં આવતા ગાંધીનગરની ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જે શિક્ષકોની ઘટ હતી તે હવે પુરાઇ ગઇ છે અને આવતીકાલે નિમણૂક આપી દેવાની સાથે ગાંધીનગર જિલ્લાની એક પણ ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટ રહેશે નહીં જેથી પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે અને કાયમી શિક્ષકો ભરાઇ જવાને કારણે કોરોનાની આ સ્થિતિ વચ્ચે ઓનલાઇન એજ્યુકેશન વધુ મજબુત બનશે અને શિક્ષણની ગુણવત્તા પણ વધુ સુધરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x