ગુજરાત

બેન્કના ફસાયેલા નાણાં વેચવાને બદલે બેન્કો જ પૂરેપૂરા વસૂલ કરે

અમદાવાદ :

એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓને પાણીના મોલે નોન પરફોર્મિંગ એસેટ એટલે કે બૅન્કોના  ફસાયેલા નાણાં વેચી દેવાને બદલે બૅન્કોએ જ તેની રિકવરી કરવા પર ફોકસ કરવું જોઈએ તેવી લાગણી ઑલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લોયી એસોસિયેશને આજે વ્યક્ત કરી છે. બૅન્કના ડિફોલ્ટર્સ સામે બૅન્કોએ જ આકરાં પગલાં લેવા જોઈએ.

તેની પાસેના નાણાં રિકવર કરવાની કામગીરી અન્ય કોઈને સોંપની ન જોઈએ.  2004માં બૅન્કની એનપીએ રૂા. 48,399 કરોડ હતી, તે 2020ના અંત સુધીમાંવધીને રૂા. 6,78,318 કરોડ થઈ છે. 2010થી બૅન્કની એનપીએ વધુ ન દેખાય તે માટે જાહેર ક્ષેત્રની બૅન્કના નફાની રકમ એનપીએને ઓછી બતાવવા માટે પ્રોવિઝન તરીકે મૂકી દેવાઈ છે.

ભારતની ઢગલાબંધ કોર્પોરેટ કંપનીઓ પાસેથી અબજોની લોન વસૂલ કરવાની બાકી છે. આ અબજોપતિએ જાણી બૂઝીને બૅન્કના નાણાં ન ચૂકવીને છેતરપિંડી કરી રહ્યા છે. તેમના આ વલણથી જ બૅન્કની એનપીએ વધી છે.

મેહૂલ ચોકસી, વિજય માલ્યા, નિરવ મોદી, જતીન મહેતા જેવા ડિફોલ્ટર્સ રૂા. 60,000થી 70,000 કરોડનો ફાંદો કરીને પરદેશ નાસી ગયા છે. વિદેશ ભાગી ગયેલા ડિફોલ્ટર્સ સહિત દેશમાંના ડિફોલ્ટર્સ પાસેથી નાણાંની રિકવરી કરી સકાય તે માટે પ્રયાસો કરવા જોઈએ. તેમની તમામ અસ્કાયતો અને મિલકતો જપ્ત કરી લેવી જોઈેએ.

બૅન્કોએ એસ્સાર સ્ટીલ પાસેથી રૂા. 54,000 કરોડ, ભૂષણ સ્ટીલ પાસે રૂા. 57,505 કરોડસ દ્.ોખી લ્ચ્પર્તપ્લ પાસે રૂા. 8179 કરોડ, ઇલેક્ટ્રાસ્ટીલ પાસે રૂા. 13,958 કરોડ, મોન્નેટ ઇસ્પાત પાસેથી રૂા.11,478 કરોડ અને આલોક ઇન્ડસ્ટ્રીઝ પાસેથી રૂા. રૂા. 30,200 કરોડ વસૂલવાના બાકી હતી.

છતાં એસ્સાર પાસેમાત્ર 12000 કરોડ, ભૂષણ સ્ટીલ પાસે 21,934 કરોડ, જ્યોતિ સ્ટ્રક્ચર પાસે રૂા. 4488 કરોડ, ઇલેક્ટ્રોસ્ટીલ પાસે રૂા. 8638 કરોડ, મોન્નેટ ઇસ્પાસે પાસે રૂા. 8586 કરોડ અને આલોકગ ઇન્ડસ્ટ્રીઝ પાસે રૂા. 25,148 કરોડ ઓછા લઈને કેસ સેટલ કર્યા છે. આ રીતે અંદાજે રૂા. 80,000 કરોડ ગુમાવ્યા છે.

એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીને એનપીએ 15થી 25 ટકા રકમ લઈને વેચી દેવામાં આવે તો તેને પરિણામે બૅન્કના 75 ટકા પૈસા ડૂબી જાય છે. આ સંજોગમાં એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીની કામગીરી સો ટકા પારદર્શક બને તે જરૂરી છે.

એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની જ ડિફોલ્ટરને દસથી પંદર ટકા ઉપરથી લઈન ેતે અસક્યામતો તેમના મળતિયાઓને વેચી દેતી હોવાના કિસ્સાઓ પણ બને છે. બૅન્કને લૂંટવાનો આ કીમિયો બની ગયો છે. બૅન્કની રિકવરી આવતી નથી. બૅન્કોના નફા એનપીએની જોગવાઈ કરવામાં જ ધોવાઈ જાય છે. તેથી બૅન્કના શેરહોલ્ડરને પણ બૅન્કના શેર્સમાંના તેમના ઇન્વેસ્ટમેન્ટ પર અપેક્ષા મુજબ વળતર મળતું નથી.

પબ્લિક સેક્ટરની બૅન્કોએ જ મળીને જ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીની સ્થાપના કરવી જોઈએ. ફોરેન ઇન્સ્ટિટયૂશન ઇન્વેસ્ટર્સ કે પછી પ્રાઈવેટ એજન્સીઓને એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીની સ્થાપના ન કરવા દેવી જોઈએ. તેઓ માત્ર નફો કમાવા જ આવે છે.

તેથી બૅન્કોની નુકસાની વધતી જ જશે. એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીને પોતાની મોટી મૂડી લાવવાની ફરજ પાડવી જોઈએ. તેની પરમિટ આપતા પૂર્વે આ ઇન્વેસ્ટમેન્ટની વિગતો તેમની પાસે માગવી જોઈએ. એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની દ્વારા લેવામાં આવતી ફીની પણ મર્યાદા બાંધવી જરૂરી છે.

બેન્કના ટોચના અધિકારીઓ અને ડિફોલ્ટર્સ વચ્ચેની મિલીભગતથી વધતી એનપીએ

મળતી માહિતી મુજબ અત્યારે બૅન્કોના અધિકારીઓ જ બૅન્કના ડિફોલ્ટર્સને છાવરી રહ્યા છે. તેઓ જ તેમની સાથે સેટિંગ કરીને બૅન્કને નુકસાન પહોંચાડી રહ્યા છે. ડિફોલ્ટર પાસે રિકવરી કરવા જતાં અધિકારીઓ પણ બૅન્કના નાણાં પરત લાવવાને બદલે પોતાના હપ્તા લઈને પરત આવી જાય છે. આમ બૅન્કિોની રિકવરી આવતી નથી. આ સંજોગોમાં બૅન્કના અધિકારીઓ રિકવરીનો કરવાની જવાબદારી વધારવી જરૂરી બની ગઈ છે.

રાષ્ટ્રીય કૃત બૅન્કોની એનપીએ કયા વર્ષમાં કેટલી વધી ગઈ

વર્ષ

બૅન્ક એનપીએ

(રૂા. કરોડમાં)

2010

રૂા. 59,927

2011

રૂા. 74,664

2012

રૂા.1,17,000

2013

રૂા.1,64,461

2014

રૂા.2,16,739

2015

રૂા.2,78,877

2016

રૂા.5,39,955

2017

રૂા.6,84,733

2018

રૂા.8,95,600

2019

રૂા.7,39,541

2020

રૂા.6,78,318

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x