મોંઘવારી નડતી હોય તેમણે ખાવા-પીવાનું અને પેટ્રોલ ભરાવાનું છોડી દેવું જાેઇએ : ભાજપ નેતાનું નફ્ફટાઇભર્યું નિવેદન
રાયપુર :
ભાજપ નેતા અને છત્તીસગઢ સરકારમાં ત્રણ વખત પ્રધાન રહી ચુકેલા બ્રિજમોહન અગ્રવાલે વધતી મોંઘવારીને લઈને શરમજનક નિવેદન આપ્યું. તેમણે જણાવ્યુ કે, જેમને મોંઘવારી નડતી હોય તેમણે ખાવા પીવાનું અને પેટ્રોલ ભરવાનું પણ છોડી દેવું જાેઈએ.
એક તરફ દેશમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચ્યો છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજ વધારો થઈ રહ્યો છે. બ્રિજમોહન અગ્રવાલના નિવેદન બાદ કોંગ્રેસ નેતા સુશીલ આનંદ શુક્લાએ જણાવ્યુ હતુ કે, બ્રિજમોહન અગ્રવાલનું આ નિવેદન શરમજનક છે.કેન્દ્ર સરકારની નફાખોરી વાળી નીતિના કારણે લોકોના ઘરના ચૂલા ઓલવાવાની સ્થિતિ પેદા થઈ છે. મોંઘવારીમાં સતત વધારાના કારણે દેશનો મઘ્યમ વર્ગ અને ગરીબ વર્ગ હેરાન છે. બ્રિજમોહન જેવા લોકો આ પ્રકારના નિવેદન આપી લોકોના દાઝ્યા પર ડામ આપી રહ્યા છે.