પ્રથમવાર યુનિ.માં ઉનાળુ વેકેશન બાદ આગલા વર્ષની ઉનાળુ સત્રની પરીક્ષાઓ લેવાશે
અમદાવાદ
ગુજરાત યુનિ.દ્વારા યુજીની શિયાળુ સત્રની પ્રથમ સેમ.ની પરીક્ષાઓ અને પીજીની સેમ.૧ની પરીક્ષાઓ ઓનલાઈન પુરી કરાયા બાદ હવે ઉનાળુ સત્રની છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાઓ શરૃ થનાર છે.જે ૧૭મી જુનથી શરૃ થનાર છે.
કોરોનાને લીધે શિયાળુ સત્રની પરીક્ષાઓ ઘણા વિલંબથી માંડ હમણા ઓનલાઈન લઈ શકાઈ છે અને હજુ પણ વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓમાં સેમ.૧ની પરીક્ષાઓ ચાલી રહી છે.ઉપરાંત ઓફલાઈન મોડની પરીક્ષાઓ તો હજુ બાકી છે ત્યારે હવે ૧૭મી જુનથી ઉનાળુ સત્રની છેલ્લા સેમ.ની વિવિધ કોર્સની પરીક્ષાઓ ઓનલાઈન મોડમા શરૃ થનાર છે.
પ્રથમ તબક્કામાં હાલ ૧૭મી જુનથી બી.કોમ, બીબીએ-બીસીએ,બીએસસી સેમેસ્ટર-૬ અને એમ.એમડ સેમ.૪ તથા એમ.કોમ સેમ.૪ની પરીક્ષાઓ શરૃ થશે. અન્ય કોર્સની ફાઈનલ સેમ.ની પરીક્ષાઓ તબક્કાવાર જાહેર થશે. આ ઓફલાઈન પરીક્ષાઓ દિવસના ત્રણથીચાર સેશનમા ંલેવાશે. અને એમસીક્યુ આધારીત એક-એક કલાકની પરીક્ષા લેવાશે.મહત્વનું છે કે એપ્રિલ-મેાં યુજી-પીજીની ફાઈનલ સેમેસ્ટર પરીક્ષાઓ લેવાય છે અને આ ઉનાળુ સત્રની એટલે કે સમર સેમેસ્ટર પરીક્ષાઓ પુરી થયા બાદ ઉનાળુ વેકેશન પડતુ હોય છે પરંતુ આ વર્ષે કોરોનાને લીધે પરીક્ષાઓ મોટા પાયે ખોરવાઈ છે અને સત્ર પણ અસ્તવ્યસ્ત થઈ જતા ઉનાળુ વેકેશન ૩મેથી૭ જુન સુધી યુનિ.કોલેજોમાં અપાયુ હતુ અને હવે ઉનાળુ વેકેશન પુરુ થયા બાદ ઉનાળુ સત્રની આગાલા શૈક્ષણિક વર્ષની બાકી પરીક્ષાઓ લેવાશે.