ગુજરાત

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ ડીઝલના ભાવ આશમાને જઈ રહ્યા છે, મોંઘવારી, કોરોના અને સતત વધી રહેલા ભાવનો કારણે લોકોને આર્થિક બોજો પડતા કોંગ્રેસે વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે.

એક્સાઇઝ પર વધારાથી 21 લાખ કરોડ સેરવી લીધા
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે કોંગ્રેસ આજે રાજ્યવ્યાપી ધરણા પ્રદર્શન કરશે. કોંગ્રેસ  પેટ્રોલ ડીઝલ એક્સાઇઝમાં ઘટાડો કરી જનતાને રાહત આપવાની માંગ કરશે  કેન્દ્ર સરકારે 7 વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા અને ડિઝલ પર 820 ટકાનો એક્સાઇઝ વધારો કર્યો હોવાનો કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે સાથે જ કેન્દ્ર સરકારે એક્સાઇઝ પર વધારાથી 21 લાખ કરોડ સેરવી લીધા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધારા સામે વિરોધ
પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવના વિરોધમાં કોંગ્રેસ મેદાનમાં આવતા આજે કલેક્ટર કચેરી સામે દેખાવો અને ધરણાનો કાર્યક્રમ યોજશે. કોરોના સહિતની મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે લોકો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલમાં છેલ્લા પાંચ માસમાં 43 વખત ભાવ વધારો થયો છે.

છેલ્લા પાંચ મહિનામાં 43 વખત ભાવ વધારો

છેલ્લા 13 માસમાં પેટ્રોલમાં રૂ.25.72 અને ડીઝલમાં રૂ.27.93 નો ધરખમ વધારો થયો છે. જેને કારણે જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ મોંઘી થઈ ગઈ છે. પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવ વધારાના વિરોધમાં ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સવારે 11 કલાકે કલેકટર કચેરી સામેના પેટ્રોલ પમ્પ સામે દેખાવો કરી કલેકટર કચેરી સામે ધરણા કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x