વેપાર

16 જૂનથી સોનાનાં દાગીનામાં ફરજિયાત હોલમાર્કિંગ શરૂ થશે, જાણો વિગતવાર

Gold jewellery hallmarking 16 જૂનથી શરૂ થશે. કેન્દ્ર સરકારે સોનાના ઝવેરાતની ફરજિયાત હોલમાર્કિંગ માટેની મુદત 1 જૂન બાદ 15 જૂન સુધી વધારી દીધી હતી. આનો અર્થ હવે એ થાય છે કે 15 જૂન પછી ઝવેરીઓને ફક્ત 14, 18 અને 22 કેરેટના સોનાના ઝવેરાત વેચવાની મંજૂરી આપવામાં આવશે. BIS એપ્રિલ 2000 થી સોનાના આભૂષણો માટે હોલમાર્કિંગ યોજના ચલાવાઈ રહી છે. હાલમાં 40 ટકા સોનાના ઝવેરાતમાં હોલમાર્ક કરવામાં આવી રહ્યા છે.

ઘરમાં મુકેલા સોનાને કોઈ અસર પડશે નહિ
Gold Hallmarking ની ઘરમાં રાખવામાં આવેલા સોનાને કોઈ અસર પડશે નહિ. આ નિયમ ગ્રાહકો માટે નહિ પરંતુ જવેલર્સ માટે છે. ગ્રાહક જયારે ઈચ્છે ત્યારે તેમની જૂની જવેલરી વેચી શકે છે.હવે ઝવેરી હોલમાર્ક વગર સોનુ વેચી શકશે નહિ. આ ઉપરાંત સોનાની ગુણવત્તાની ખાતરી રહેશે અને ગ્રાહકો સાથે ભલેસેલની ઠગાઈ થી શકશે નહિ.

15 જૂન પછી જવેલરી કેવી દેખાશે?
હોલમાર્ક જ્વેલરીમાં જુદા જુદા માર્ક હશે. જ્યારે મેંગિફાઇંગ ગ્લાસ દ્વારા જોવામાં આવશે ત્યારે જ્વેલરી પર 5 માર્ક દેખાશે. આમાં BIS લોગો, સોનાની શુદ્ધતા દર્શાવતી સંખ્યા જેમ કે 22K અથવા 916, હોલમાર્કિંગ સેન્ટરનો લોગો, માર્કિંગ વર્ષ અને ઝવેરી ઓળખ નંબર અંકિત કરવામાં આવશે.

ઓર્ડર 2019 માં આવ્યો
નવેમ્બર 2019 માં સરકારે 15 જાન્યુઆરી 2021 થી સોનાના દાગીના અને કલાકૃતિઓ પર હોલમાર્કિંગ’ ફરજિયાત બનાવવાની ઘોષણા કરી હતી. જોકે, ઝવેરીઓએ મહામારીને કારણે ડેડલાઇન વધારવાની માંગ કર્યા પછી તેને 4 મહિનાથી આગળ વધારાઈ હતી. સોનાનું હોલમાર્કિંગ કિંમતી ધાતુની શુદ્ધતાને પ્રમાણિત કરે છે અને હાલમાં સ્વૈચ્છિક છે.

1 જૂન, 2021 સુધી સમય મર્યાદા હતી
સોનાના આભૂષણો પરની હોલમાર્કિંગ સિસ્ટમ હવે 15 જૂનથી શરૂ થશે. આ પહેલા 1 જૂન, ૨૦૨૧સંર્યમર્યાદા હતી. ભારતીય માનક બ્યુરો (BIS) ના ડાયરેક્ટર જનરલ પ્રમોદ તિવારીની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિમાં ગ્રાહક બાબતોના વિભાગના નિધિ સચિવ , જ્વેલર્સ એસોસિએશન, વેપાર અને હોલમાર્કિંગ કમિટીના પ્રતિનિધિઓ પણ શામેલ હશે. ભારત પાસે સોનાના આભૂષણમાં વિશ્વના શ્રેષ્ઠ ધોરણો બનવા જઈ રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય ઓળખ જરૂરી છે
શુદ્ધતા અને ગુણવત્તા વિશે થર્ડ પાર્ટી આશ્વાસન હેઠળ ઝવેરાત અને કલાકૃતિઓની હોલમાર્કિંગથી સોનાના ઝવેરાત પર ગ્રાહકોનો સંતોષ અને વિશ્વાસ વધારવા માટે જરૂરી છે. આ પગલાથી ભારતને વિશ્વના મોટા સોનાના બજાર કેન્દ્રના રૂપમાં વિકસાવવામાં પણ મદદ મળશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x