રાજુલા રેલ્વે સ્ટેશનની જમીન નગરપાલિકાને સોંપવાની માંગ સાથે ધારાસભ્ય અંબરીષ ડેર નાં ઉપવાસ
રાજુલા :
છેલ્લા કેટલાક સમયથી અમરેલી જિલ્લાના રાજુલા રેલવે જમીનનો વિવાદ હજુ ચાલુ છે. આ મુદ્દે છેલ્લા કેટલાક દિવસથી રેલવેના અધિકારીઓ અને ધારાસભ્ય અંબરીશ ડેર (MLA Amrish Der) સાથે વાતચીત કરી હતી પરંતુ કોઈ રસ્તો નીકળ્યો ના હતો. જેથી આજથી ધારાસભ્ય અંબરીશ ડેર (MLA Amrish Der) રાજુલા તાલુકાના બર્બટાણા ગામ નજીક આવેલા રેલવે સ્ટેશનમાં નગરપાલિકા પ્રમુખ સહીતના લોકો કોરોના ગાઈડલાઈનના નિયમો હેઠળ ઉપવાસ પર ઉતર્યા છે. આ સાથે જ રાજુલા રેલવેની જમીન નગરપાલિકાને સોપવાની પણ માંગ કરી છે.
આ અગાઉ પણ ધારાસભ્ય પણ 5 દિવસના ઉપવાસ ઉપર ઉતર્યા હતા પરંતુ કોઈ નિરાકરણ ના આવતા રેલવે સ્ટેશન પર જઈને ઉપવાસ પર ઉતર્યા છે. ઉપવાસને પગલે રાજુલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, છેલ્લા 25 વર્ષથી રાજુલામાં ટ્રેન ચાલતી નથી. રાજુલામાં રેલવેની બદહાલ જમીનમાં નગર પાલિકા રસ્તો કાઢી અહીં બ્યુટીફિકેશન કરવા માંગે છે.