ગુજરાત

સુરતના બજારોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, ફરી કોરોનાનુ જોખમ

સુરત :

ઘટતા કોરોના સંક્રમણને પગલે સરકારે ધંધા રોજગારને છુટ આપી છે,ત્યારે સુરતનાં લોકો કોરોના ગાઈડલાઈનનાં લીરે લીરા ઉડાવતા જોવા મળી રહ્યા છે, બજારોમાં જામેલી ભીડને(Crowd) કારણે આગામી સમયમાં કોરોનાનું સંક્રમણ વધે તો નવાઈ નહી. કોરોનાની બીજી લહેરે (Second Wave) સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો હતો ત્યારે વઘતા કોરોનાં સંક્રમણને નાથવા સરકારે લોકડાઉનનો (Lock down)સહારો લીધો હતો. હાલ કોરોના સંક્રમણ કાબુમાં આવતા સરકારે ધંધા,રોજગારોને છુટછુટ આપવામાં આવી છે . ત્યારે લોકો બેફિકર થઈને બજારોમાં ભીડ કરતા જોવા મળી રહ્યા છે. આ વધતી ભીડે સુરત શહેરનાં તંત્રની(Mechanism) પોલ છતી કરી છે.

સુરત શહેરમાં હાલ કોરોનાં સંક્રમણ ઘટતા લોકો બેફામ બન્યા છે. શહેરનાં ભાગોળ શાકમાર્કેટ(Bhagol Market) અને ભાગોળ મેન રોડ (Bhagol main road) પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી, રવિવાર હોવાથી વહેલી સવારથી જ લોકોની ભીડ બજારોમાં જોવા મળી રહી છે. આ ભીડમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો(Social Distance) સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, આ અગાઉ પણ શહેરનાં વરાછા (Varacha), બરોડા માર્કેટમાં (Baroda Market) પણ ભીડનાં દ્રશ્યો સામે આવ્યા હતા, ત્યારે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પગલા ન લેવાતા હાલ તંત્રની બેદરકારી(Negligence) સામે આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x