ચમચી, કાંટા, મોબાઈલ જેવી વસ્તુઓ વેક્સિન લેનારના શરીર પર ચપોચપ ચોંટી જતાં અનેક ચર્ચાઓ
સુરેન્દ્રનગર:
તાજેતરમાં કોરોના વેક્સીન લીધા બાદ શરીર પર રહસ્યમય રીતે વસ્તુઓ ચોંટી જવાના બનાવો તેમજ આ અંગેના મેસેજ અને વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં ફરી કોરોના વેક્સીન સામે અનેક સવાલો ઉભા થયા છે જેમાં સુરેન્દ્રનગર જીલ્લાના મુળી અને ધ્રાંગધ્રા તાલુકામાં આ પ્રકારના બનાવો સામે આવ્યાં હતાં.
જેમાં મુળી તાલુકાના દુધઈ ગામે આધેડે કોરોના વેક્સીન લીધા બાદ તેની અસર જોવા મળી હતી જેમાં શરીર પર ચલણી સીક્કા, સ્ટીલની ચમચી, કાંટા સહિત મોબાઈલ જેવી વસ્તુઓ એકદમ ચોંટી જતાં કુતુહુલ જોવા મળ્યું હતું.
માત્ર આટલું જ નહિં પરંતુ વેક્સીન લેનાર આધેડની સામે દુરથી વસ્તુઓ ફેંકવામાં આવી તો શરીર પર લોહીચુંબકની જેમ ચોંટી જતાં અન્ય લોકોમાં પણ આશ્ચર્ય સાથે ફફડાટ ફેલાયો હતો જ્યારે બીજી બાજુ ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતાં આધેડ વિજયભાઈ સોમપુરા ઉ.વ.56 સાથે પણ આજ પ્રકારનો બનાવ સામે આવ્યો હતો જેમાં કોરોના વેક્સીન લીધા બાદ શરીર પર ચમચીઓ સહિતની ચીજવસ્તુઓ ચોંટી જતાં લોકોમાં અનેક ચર્ચાઓ થવા લાગી હતી.
જ્યારે આ વસ્તુઓ કયા કારણોસર ચોંટી જતી હશે ? વેક્સીન લીધા બાદ ચોંટી જવાનું કારણ કેટલું યોગ્ય છે ? પરસેવાના કારણે વસ્તુઓ ચોંટતી હશે ? આ તમામ સવાલો અંગે હાલ કોઈ જ પુષ્ટી થવા પામી નથી. પરંતુ આ પ્રકારના મેસેજ અને વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં ફરી કોરોના વેક્સીન સામે અનેક સવાલો ઉભા થયા છે અને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે.