ગુજરાત

દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે

મિશન-2022 અંતર્ગત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે. કેજરીવાલ હાલ અમદાવાદ પહોચ્યા છે અને અમદાવાદના નવરંગપુરા સ્થિત આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્દઘાટન કરશે.

માનવામાં આવી રહ્યું છે કે કેજરીવાલની હાજરીમાં રાજ્યના કેટલાક જાણીતા ચહેરાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે. સાથે જ કેજરીવાલ પક્ષના ટોચના નેતાઓ સાથે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ચર્ચા વિચારણા કરશે.

મહત્વપૂર્ણ છે કે આજની મુલાકાત અગાઉ ગઇકાલે અરવિંદ કેજરીવાલે ગુજરાતીમાં ટ્વિટ કર્યું હતું. જેમાં તેઓએ, હવે બદલાશે ગુજરાતની ટેગલાઇન સાથે પોતાની મુલાકાત અંગે જાણકારી આપી હતી. ત્યારે રાજકીય પંડિતોની નજર કેજરીવાલની આજની ગુજરાત મુલાકાત પર મંડાઇ છે.

આમ આદમી પાર્ટી (Aam Admi Party) ના રાષ્ટ્રીય સંયોજક તેમજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Aravind Kejriwal) એક દિવસના ગુજરાત પ્રવાસે આવનાર છે. 14 જૂનના રોજ સવારે 10 વાગ્યા આસપાસ તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોચશે. એરપોર્ટથી તેઓ સર્કીટ હાઉસ અને ત્યાંથી વલ્લભ સદન જશે. આશ્રમ રોડ પર આવેલા વલ્લભસદન ખાતે અરવિંદ કેજરીવાલ પત્રકાર પરિષદને સંબોધન કરશે.

AAP પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે
આમ આદમી પાર્ટી ( Aam Admi Party) ના રાષ્ટ્રીય સંયોજક તેમજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Aravind Kejriwal) આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. AAPનું ગુજરાત પ્રદેશ કાર્યાલય અમદાવાદમાં આશ્રમરોડ પર માઉન્ટ કાર્મેલ સ્કુલની પાછળ બનાવવામાં આવ્યું છે.

AAP માં થશે ‘ભરતી’ ?
અરવિંદ કેજરીવાલ (Aravind Kejriwal) દ્વારા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે ગુજરાત AAP માં ઘણા લોકો જોડાય તેવી સંભાવના છે. આવા લોકોમાં સ્થાનિક પાર્ટીઓમાંથી અસંતુષ્ટ લોકો તેમજ વિદ્યાર્થી – યુવા પાંખના અસંતુષ્ટ કાર્યકરો AAP માં જોડાઈ શકે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત કેટલાક જાણીતા ચેહરાઓ પણ AAP માં જોડાય તેવી પૂર્ણ સંભાવનાઓ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x