વેપાર

ગૌતમ અદાણીને સૌથી મોટો ઝટકો, 43,500 કરોડ રૂપિયાના શેર ફ્રીઝ

નેશન સિક્યૂરીટીઝ ડિપાર્ટમેન્ટ લિમિટેડે 3 વિદેશી ફંડોના અકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ફંડોએ અદાણી ગ્રુપની કંપનીમાં 43, 500 કરોડનું રોકાણ કર્યુ છે. જેના કારણે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો નોંધાયો છે. NSDLએ Albula ઈન્વેસ્ટમેન્ટ ફંડ, Cresta ફંડ અને APMS ઈનવેસ્ટમેન્ટ ફંડના અકાઉન્ટ ફ્રીઝ કર્યા છે. ડિપોઝિટરીની વેબસાઈટ અનુસાર આ અકાઉન્ટ 31 મે અથવા તેની પહેલા જ ફ્રિજ કરી દેવાયા છે.

 આ સમાચારના કારણે અદાણી ગ્રુપના શેરમાં આજે ધડામ કરતો ઘટાડો નોંધાયો છે. અદાણી એન્ટરપ્રાઈઝિસના શેર 15 ટકા તુટી 1361.25 રુપિયા પર પહોંચી ગયા છે. અદાણી પોર્ટ્સ એન્ડ ઈકોનોમિક ઝોન 14 ટકા, અદાણી પાવર 5 ટકા, અદાણી ટ્રાન્સમિશન 5 ટકા, અદાણી ગ્રીન એનર્જી 5 ટકા, અદાણી ટોટલ ગેસ 5 ટકા તુટ્યુ.

ઓનરશિપ અંગે પુરતી જાણકારી ન આપવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી

એક અખબારના જણાવ્યાનુંસાર અહીં ઓનરશિપ અંગે પુરતી જાણકારી ન આપવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. અકાઉન્ટ ફ્રીઝ થવાનો મતલબ એ છે કે આ ફંડ ન તો પોતાના ખાતના શેર વેચી શકશે અને ન તો નવા શેર ખરીદી શકશે. વિદેશી રોકાણકારોને હેન્ડલ કરનારા ડિપોજિટરીએ કહ્યુ કે મની લોન્ડ્રિંગ રોધી કાયદાને (PMLA) અંતર્ગત આ અકાઉન્ટથી ફાયદો ઉઠાવનારા ઓનરશીપ અંગેની પુરતી જાણકારી ન આપવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. કસ્ટોડિયન તરીકે સામાન્ય રીતે પોતાના ગ્રાહકોને આવી કાર્યવાહીની પહેલા નોટિસ આપવામાં આવે છે. પરંતુ ફંડથી કોઈ જવાબ ન મળવા પર અકાઉન્ટને ફ્રીજ કરવા જેવી સખત કાર્યવાહી કરી શકાય છે.
અત્યાર સુધી આ અંગે અદાણી ગુપ તરફથી કોઈ નિવેદન આપ્યું નથી. આ 3 ફંડ મોરીશસના છે અને સેબીમાં તેમને વિદેશી પોર્ટફોલિયો રોકાણના રુપમાં રજિસ્ટર્ડ કરવામાં આવ્યા છે. ત્રણેયનો સંયુક્ત રુપે અદાણી એન્ટરપ્રાઈઝિસસમાં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 8.03 ટકા, અદાણી ટોટલ ગેસમાં 5.92 ટકા અને અદાણી ગ્રીનમાં 3.58 ટકાનું રોકાણ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x