ગુજરાતરાષ્ટ્રીય

CM અરવિંદ કેજરીવાલે કરી મોટી જાહેરાત : ગુજરાત વિધાનસભાની તમામ બેઠકો પર AAP ચૂંટણી લડશે

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે અને ગુજરાતમાં એવુ કહેવાય છે કે કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે. ભાજપને જ્યારે જરૂર પડે ત્યારે કોંગ્રેસ સપ્લાય કરે છે. તો આ સાથે જ ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, ગુજરાતની જનતા પરેશાન છે, વેપારીઓ ડરેલા છે.

કેજરીવાલનું મોટું એલાન

પત્રકાર પરિષદને સંબોધન કરતા દિલ્હીના મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે, આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે AAP 2022ની ચૂંટણીમાં 182 બેઠક પર ચૂંટણી લડશે. ગુજરાત વિધાનસભાની દરેક બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને ઉભો રાખવામાં આવશે.

સરકારે કાર્યક્રમ કરાવ્યો રદ્દ

કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે, થોડા સમય પહેલા ગુજરાત ચેમ્બર્સે મને આમંત્રણ આપ્યુ હતું પરંતુ સરકારે ચેમ્બર્સને દબાણ કરી મારો કાર્યક્રમ રદ્દ કર્યો હતો. રાજ્યમાં સરકારી શાળા-હોસ્પિટલોની હાલત ખરાબ છે.

ઈસુદાન ગુજરાતનો કેજરીવાલ છે : કેજરીવાલ

આમ આદમી પાર્ટીમાં ઈસુદાન ગઢવી જોડાયા બાદ અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મને કોઇએ કહ્યું હતું કે, ઇસુદાન ગઢવી ગુજરાતનો કેજરીવાલ છે.

કેજરીવાલની હાજરીમાં ઈસુદાન ગઢવી આપમાં જોડાયા

ગુજરાત પ્રવાસે આવેલ અરવિંદ કેજરીવાલે અમદાવાદ સ્થિત સર્કિટ હાઉસ ખાતે એક ખાસ બેઠક યોજી હતી, આ દરમિયાન ઈસુદાન ગઢવીએ તેમની સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાત પરથી સ્પષ્ટ થયું છે કે, ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાઈને પોતાની રાજકીય કારકિર્દીના શ્રી ગણેશ કર્યા હતા.

ગુજરાતમાં બદલાવ લાવવાનો છે : ઈસુદાન ગઢવી

AAPમાં વિધિવત્ રીતે જોડાયા બાદ બોલ્યાં કે ગુજરાતમાં બદલાવ લાવવાનો છે અને તેની માટે જ રાજકારણમાં આવ્યો છું. લોકો કહેતા હતા કે મતદાન તો કરવું છે પરંતુ ગુજરાતમાં એવો કોઈ ત્રીજો વિકલ્પ નથી એટલે કોને મતદાન કરીએ. ત્યારે હું કહું છું કે તમારી સામે હવે એક પ્રમાણિક ત્રીજો વિકલ્પ હું છું. ગુજરાતની જનતાને આહ્વાન કરું છું કે સાથ આપે. તેમણે કહ્યું કે ભાજપ ગુજરાતમાં લોકપ્રિય નથી પરંતુ તેની સામે કોઈ વિકલ્પ ન હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x