DPS સ્કૂલની દાદાગીરી, ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓના ઓનલાઇન કલાસ બંધ કર્યા
ગાંધીનગર :
ગાંધીનગરની ડીપીએસ સ્કૂલની દાદાગીરી સામે આવી છે. સ્કૂલ ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓના ઓનલાઇન કલાસ બંધ કર્યા હોવાનું સામે આવ્યું છે. નવા સત્રના પ્રથમ દિવસે ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસ બંધ કર્યા છે. અગાઉ પણ ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓના નામ હાજરી પત્રકમાંથી દૂર કરવાની ધમકી આપી હતી.
આ સાથે જ વાલીઓ માંગ કરી રહ્યા છે કે સ્કૂલ FRCએ મંજૂર કરેલી ફી સ્કૂલ જાહેર કરે અને ત્યાર બાદ જ ફી ઉઘરાવે. વાલીઓનું કહેવું છે કે આમ ઓનલાઈન ક્લાસથી બહાર કાઢીને સ્કૂલ પોતાની દાદાગીરી દેખાડી રહી છે. બાળકોના આ રીતે ઓનલાઈન ક્લાસ બંધ થતાં વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.અગાઉ પણ ફી નહીઓ ભરનારા વિદ્યાર્થીઓના નામ હાજરી પત્રકમાંથી કાઢી નાખવાની પણ ધમકી આપી હતી. અને હવે નવા સત્રના પ્રથમ દિવસે જ એકાએક વિદ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ બંધ કરતાં વાલીઓમાં રોષ ફેલાયો છે.