આરોગ્યગાંધીનગરરાષ્ટ્રીય

“ગૂંજ ફાઉન્ડેશન”દ્વારા પ્રોજેક્ટ શક્તિ અંતર્ગત સેનેટરીપેડનું વિતરણ કરવામાં આવશે.

આજે દેશભરમાં મહિલાઓના માસિક ધર્મને લઈ વિવિધ કુરિવાજો, ગેરમાન્યતા કે ધાર્મિક નિષેધ જેવી બાબતો અંગે ચર્ચા ચાલી રહી છે.બીજી તરફ ખાસ કરીને જરૂરિયાતમંદ વર્ગની મહિલાઓમાં આ બાબતે અધૂરી સમજણને પગલે જાગૃતતાનો અભાવ પણ જોવા મળી રહ્યો છે.જેના સમાધાન રૂપે ગાંધીનગરમાં આવેલી “ગૂંજ ફાઉન્ડેશન”નામની સામાજિક સંસ્થા દ્વારા છેલ્લા કેટલાક સમયથી “પ્રોજેક્ટ શક્તિ” દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતી મહિલાઓને સેનેટરીપેડના ઉપયોગ વિષયે જાગૃતિ ફેલાવામાં આવી રહી છે.

જે અંતર્ગત સંસ્થાના સભ્ય વંદના ચૌહાણ દ્વારા જણાવ્યા મુજબ તેઓના સભ્યો દ્વારા સહરદ પરના અંતરિયાળ ગામમાં જઈને ત્યાંની મહિલાઓમાં પ્રવર્તી રહેલી માસિકધર્મ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી સેનેટરીપેડ વાપરવાના ફાયદા સમજાવવામાં આવશે તથા ફ્રીમાં સેનેટરીપેડનું વિતરણ કરવામાં આવશે.જેના કારણે મહિલાઓને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતાની જાળવણી જેવી બાબતો વિશે ખ્યાલ આવશે તથા સેનેટરીપેડના ઉપયોગ દ્વારા તેઓ જીવલેણ રોગોથી પણ બચી શકશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x