ગુજરાતરાષ્ટ્રીય

કોરોનાકાળમાં ગુજરાતમાં ભાજપે લોકોને તરછોડી દીધા : કેજરીવાલનો આક્ષેપ

અમદાવાદ :

આગામી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતની બધીય બેઠકો પર ચૂંટણી લડશે તેવું એલાન કરી આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલે ચૂંટણી બ્યુગલ ફુંકી દીધુ હતું.

ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવેલાં કેજરીવાલે એવો આક્ષેપ કર્યો કે, ગુજરાતની આ સાંપ્રત દુર્દશા માટે ભાજપ-કોંગ્રેસ જવાબદાર છે. છેલ્લાં 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું એકહથ્થુ શાસન છે જે માટે કોંગ્રેસની ભુમિકા રહી છે.બને રાજકીય મિત્રો છે. કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે. કેજરીવાલ એવી ય ટીકા કરી કે, કોરોનાકાળમાં ભાજપ સરકાર જ નહીં,કોંગ્રેસે લોકોને રીતસર તરછોડી દીધા હતા.

અમદાવાદમાં વલ્લભ સદન શ્રીનાથજીના મંદિરમાં ભગવાનના દર્શન કર્યા બાદ કેજરીવાલે હવે બદલાશે ગુજરાતના સૂત્ર સાથે એક દિવસીય ચૂંટણીલક્ષી પ્રવાસનો  આરંભ કર્યો હતો. પત્રકાર પરિષદ સંબોધતાં અરવિંદ કેજરીવાલે ભાજપ-કોંગ્રેસ પર નિશાન તાકી એવા રાજકીય ચાબખા માર્યાં કે, આજે ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે.

સરકારી શાળા-કોલેજોની હાલત ખરાબ છે.શાળાઓમાં સારૂ  શિક્ષણ નથી.કોરોના કાળમાં લોકોએ જોયું કે,સરકારી હોસ્પિટલોની સિૃથતી ય સારી નથી. ગુજરાતમાં હજારો લાખો યુવાઓ નોકરી માટે ફાંફા મારી રહ્યાં છે.વેપારીઓ ડરના માહોલમાં છે.ગુજરાતના આ દશા માટે ભાજપ-કોંગ્રેસ જવાબદાર છે.

બને રાજકીય પક્ષોને આડે હાથે લેતાં કેજરીવાલે એવો આરોપ મૂક્યો કે, ગુજરાતમાં ગંદુ રાજકારણ છે.ભાજપ અને કોંગ્રેસ રાજકીય દોસ્ત છે.જરૂર પડી ત્યારે  ભાજપને જ કોંગ્રેસ માલ પુરો પાડયો છે. બંન પક્ષો મળીને ચૂંટણી લડે છે.

કોરોનાકાળમાં ભાજપ સરકારે જ નહીં, કોંગ્રેસ ગુજરાતને અનાથની જેમ મૂકી દીધુ હતું. જે લોકોએ જોયુ છે.કેજરીવાલે એવા સવાલો ઉઠાવ્યાં કે, જો દિલ્હીમાં મફત વિજળી-શિક્ષણ મળતુ હોય તો પછી ગુજરાતમાં કેમ નહીં, આગામી ચૂંટણીમાં આપનો ચહેરો કોણ હશે તે અંગે કેજરીવાલે કહ્યુંકે,ગુજરાતની જનતા જ અમારો ચહેરો છે.

દિલ્હી મોડલ નહીં,ગુજરાતની જનતા ખુદ ગુજરાતનુ મોડલ તૈયાર કરશે. કેજરીવાલે દેશની આઝાદી ઉપરાંત રજવાડાઓને એક કરવા માટે સરદાર પટેલના યોગદાનને યાદ કરી બિરદાવ્યા હતાં. કેજરીવાલે સરકીટ હાઉસમાં આપના પ્રદેશ હોદ્દેદારો સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યુ હતું. અહીં તેમણે ઇલુદાન ગઢવીને ‘આપ’માં વિિધસર રીતે પ્રવેશ આપ્યો હતો.

કેજરીવાલે ગુજરાત સરકારને સવાલો કર્યા…

જો દિલ્હીમાં વિજળી મફત મળી રહી છે તો ગુજરાતમાં કેમ નહીં ..?

જો દિલ્હીમાં મફત શિક્ષણ ઉપરાંત સરકારી શાળાઓનો ક્લેવર બદલાયો છે તો ગુજરાતમાં

સરકારી શાળાઓની આવી ભૂંડી દશા કેમ છે…?

આરોગ્ય ક્ષેત્રે હરણફાળનો દાવો કરાય છે ત્યોર ગુજરાતમાં સરકારી હોસ્પિટલોની કેમ આવી દશા છે…?

ગુજરાતમાં લાખો યુવાઓ બેરોજગાર છે ત્યારે કેમ નોકરી અપાતી નથી…

ગુજરાતમાં વેપારી-ઉદ્યોગકારો કેમ ડરેલાં છે….?

ગુજરાત ચેમ્બર્સે મને આમંત્રણ આપ્યું પણ સરકારે દબાણ કરતાં કાર્યક્રમ રદ કરાયો હતો : કેજરીવાલ

ગુજરાતમાં વેપારીઓ ડરેલાં છે તે વાતનો ઉલ્લેખ કરતાં કેજરીવાલે એવો દાખલો ટાંક્યો કે, ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા મને એક વખત આમંત્રણ અપાયુ હતું . લગભગ ગુજરાત આવવાનુ નક્કી થયુ હતું પણ ગુજરાત સરકારે આ કાર્યક્રમ ન યોજાય તે માટે ચેમ્બર્સ પર એટલુ રાજકીય દબાણ કર્યુ કે, મારો અમદાવાદનો પ્રવાસ-કાર્યક્રમ  જ રદ કરવો પડયો હતો. આ એજ દર્શાવે છેકે, ગુજરાતમાં વેપારીઓ ય ડરના માહોલમાં છે.

પ્રદેશ કાર્યાલયના ઉદઘાટન વખતે પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવનુ ખિસ્સુ કપાયું

એક દિવસીય પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં આશ્રમરોડ સિૃથત પક્ષના મુખ્યાલયનું ઉદઘાટન કર્યુ હતું.તે પ્રસંગે કાર્યકરોની એટલી ભીડ હતીકે, કેજરીવાલની કારને ઘેરી લેવાઇ હતી.ભારે ધક્કામૂક્કી સર્જાઇ હતી જેનો લાભ ખિસ્સાકાતરૂએ  લીધો હતો.ખુદ આપના ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવનું ય ખિસ્સુ કપાયુ હતું. કુલ મળીને આઠ લોકોએ ખિસ્સા કપાયાં હોવાની ફરિયાદ કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x