અયોઘ્યા : રામમંદિરની જમીન ખરીદીમાં 16.50 કરોડનું કૌભાંડ ? CM યોગીએ જમીન ખરીદીનું સંપૂર્ણ વિવરણ માંગ્યુ
અયોઘ્યા :
CM યોગી આદિત્યનાથે અયોધ્યાના નિર્માણાધીન રામ મંદિરની જમીન ખરીદી સાથે જોડાયેલા વિવાદ પર જિલ્લાના અધિકારીઓ પાસેથી સંપૂર્ણ વિવરણ માંગ્યું છે. અધિકારીઓએ તેમને જમીન સાથે જોડાયેલા તમામ કાગળ બતાવ્યા છે. રામ મંદિર માટે ખરીદવામાં આવેલી જમીનની કિંમત પર કેટલાક દિવસોથી રાજનીતિક દળ ટ્રસ્ટ પર આરોપ લગાવી રહ્યા છે.
મીડિયા સમાચારો અનુસાર વિવાદ વધતો જોતા સીએમ યોગીએ સોમવારે અયોધ્યાના ડીએમ અને કમિશ્નર પાસે સંપૂર્ણ વિવરણ માંગ્યુ છે. અધિકારીઓએ તેમને સંપૂર્ણ જાણકારી આપી છે. જમીનની સાથે જોડાયેલા કાગળો બતાવવામાં આવ્યા છે. મનાઈ રહ્યુ છે કે યોગી આદિત્યનાથ જાણકારીથી સંતુષ્ટ છે.
2 કરોડ રુમાં સોદો કરાયેલી જમીન 18.50 કરોડમાં ખરીદવામાં આવી
અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ ટ્રસ્ટ તરફથી ખરીદવામાં આવેલી જમીનમાં ઘોટાળાનો આરોપ લાગી રહ્યો છે. આ આરોપ આમ આદમી પાર્ટી સાંસદ સંજય સિંહ અને અયોધ્યાના પૂર્વ ધારાસભ્ય અને સમાજવાદી પાર્ટીના નેતા પવન પાંડેએ લગાવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ જમીનનો સોદો પહેલા 2 કરોડ રુપિયામાં નક્કી થયો હતો. પરંતુ હવે આને 18.50 કરોડ રુપિયામાં ખરીદવામાં આવી છે.