ગુજરાતધર્મ દર્શનરાષ્ટ્રીય

દેવભૂમિ દ્વારકા : લિટલ સ્ટાર ખાનગી શાળાને 1.5 કરોડનું નુકસાન છતાં 1 હજાર વિદ્યાર્થીઓની ફી કરી માફ

દેવભૂમિ દ્વારકા :
સમગ્ર ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે કેટલીક શાળાઓ દ્વારા ફી ને લઈને વાલીઓને દબાણ કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે આવા કિસ્સાઓની વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાની લિટલ સ્ટાર નામની ખાનગી શાળાએ તેના 1 હજાર જેટલા વિદ્યાર્થીઓની ફી ચાલુ વર્ષે માફ કરી છે. અને જ્યાં સુધી આ વર્ષે ઓનલાઈન શિક્ષણ રહેશે ત્યાં સુધી ફી નહીં લેવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ઓફલાઇન શિક્ષણ શરૂ થાય ત્યારે ફી લેવામાં આવશે. શાળાના આ નિર્ણયને પગલે અસંખ્ય વાલીઓ તથા વિદ્યાર્થીઓને લાભ થશે તથા આ નિર્ણયથી કોરોનાકાળમાં બેકાર બનેલા વાલીઓના બાળકો શિક્ષણથી વંચિત નહીં થાય. શાળાના નિર્ણયને વાલીમંડળ દ્વારા વધાવી લેવામાં આવ્યો છે તથા વાલીમંડળે નિર્ણયને પગલે શાળા સંચાલકોનો આભાર માન્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાની લિટલ સ્ટાર શાળા દ્વારા ચાલુ વર્ષે ઓનલાઈન શિક્ષણ શરૂ રહે તો, વાલીઓ પાસેથી ફી નહીં લેવાનો નિર્ણય કર્યો છે. 1 હજાર જેટલા વિદ્યાર્થીઓના વાલીઓ માટે ખૂબ મોટી રાહત આપતા સમાચાર છે. જેના કારણે વાલીઓમાં ખુશી પણ છવાઈ છે. શાળા દ્વારા લેવાયેલા નિર્ણયથી અન્ય શાળાઓ પણ શીખ મેળવવી જોઈએ. લીટલ સ્ટાર શાળાને ચાલુ વર્ષ દરમિયાન ઓફલાઇન શિક્ષણ શરૂ ન થાય તો, 1.5 કરોડની ખોટ પડશે. છતાં ફી માફીનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે કેટલીક શાળાઓ દ્વારા ફીને લઈને વાલીઓ સાથે અનેક શાળાઓ વિવાદમાં આવી છે. અને શાળાઓ દ્વારા વાલીઓને દબાણ કરાયું છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની લિટલ સ્ટાર નામની ખાનગી શાળાએ તેના 1 હજાર જેટલા વિદ્યાર્થીઓની ફી ચાલુ વર્ષે માફ કરી છે અને જ્યાં સુધી આ વર્ષે ઓનલાઈન શિક્ષણ રહેશે. ત્યાં સુધી ફી નહીં લેવાનો નિર્ણય કરાયો છે. જ્યારે ઓફલાઇન શિક્ષણ શરૂ થાય ત્યારે ફી લેવામાં આવશે. સાથે જ હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. અનેક લોકોએ તેના સ્વજનો ગુમાવ્યા હોય, લોકો આર્થિક સંકળામણને લઈ ચિંતિત છે. અને લોકો નોકરીઓ ગુમાવી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x