પ્રધાનમંત્રી મોદી આજ સાંજે લગભગ 4 વાગે વિવાટેકના 5માં એડીશનને સંબોધશે.
પ્રધાનમંત્રી મોદી (Prime Minister Narendra Modi) બુધવારે એટલે કે આજ સાંજે લગભગ 4 વાગે વિવાટેક (VivaTech)ના 5માં એડીશનને સંબોધશે. તમને જણાવી દઈએ કે વિવાટેક યુરોપની સૌથી મોટી ડિજિટલ અને સ્ટાર્ટઅપ ઇવેન્ટ છે. આ ઇવેન્ટ 2016 થી દર વર્ષે પેરિસમાં યોજવામાં આવે છે. આ વર્ષે તેનું 5મુ પ્રકરણ યોજાશે.
PM આ સંમેલનમાં મુખ્ય અતિથી તરીકે જોડાશે. ફ્રાંસના રાષ્ટ્રપતિ મૈક્રો, સ્પેનના PM પેડ્રો સાંચેજ અને વિભિન્ન યુરોપીય દેશના મંત્રી અને સાંસદ આ કાર્યક્રમમાં હાજર હશે. એટલું જ નહીં આ કાર્યક્રમમાં એપલના CEO ટિમ કૂક, ફેસબુકના અધ્યક્ષ અને CEO માર્ક ઝકરબર્ગ અને માઇક્રોસોફ્ટના અધ્યક્ષ બ્રાડ સ્મિથ સહીત કોર્પોરેટ જગતના અન્ય લોકો પણ ઉપસ્થિત રહેશે.
શું હોય છે આ ઇવેન્ટમાં
જાહેરાત અને માર્કેટિંગ જગતની અગ્રણી કંપની પબ્લિસિઝ ગ્રુપ અને ફ્રાન્સના અગ્રણી મીડિયા જૂથ લેસ ઇકોઝ દ્વારા સંયુક્ત રીતે તેનું આયોજન કરવામાં આવે છે. PMO અનુસાર, આ ઇવેન્ટ ટેકનોલોજી ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના હિસ્સેદારોને સાથે લાવે છે. ઇવેન્ટમાં પ્રદર્શનો, એવોર્ડ્સ, પેનલ ચર્ચાઓ અને પ્રારંભિક સ્પર્ધાઓ જેવા આયોજનો રાખવામાં આવે છે.
જાણો વિવાટેક વિશે
વાત કરીએ વિવાટેકની, તો વિવાટેક યુરોપની સૌથી મોટી ડિજિટલ અને સ્ટાર્ટઅપ ઇવેન્ટ્સમાંની એક માનવામાં છે. જે દર વર્ષે પેરિસમાં 2016 થી યોજાય છે. અગ્રણી જાહેરાત અને માર્કેટિંગ ગ્રુપ અને લેસ ઇકોસ – અગ્રણી ફ્રેન્ચ મીડિયા ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યું છે. તે તકનીકી નવીનીકરણ અને સ્ટાર્ટઅપ સિસ્ટમોમાં હિસ્સેદારોને સાથે લાવે છે. આ ઇવેન્ટમાં પ્રદર્શનો, એવોર્ડ્સ, પેનલ મીટિંગ્સ અને સ્ટાર્ટઅપ સ્પર્ધાઓ શામેલ છે. વિવાટેકની 5 મી આવૃત્તિ 16-19 જૂન 2021 વચ્ચે યોજાવાની છે.