આંતરરાષ્ટ્રીય

વુહાનમાં ‘હ્યુજ રેડ બેનર’ અંતર્ગત 11,000થી વધારે વિદ્યાર્થીઓનું સ્વાગત

સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ફેલાવા માટે જવાબદાર ગણાતું વુહાન હવે ન્યૂ નોર્મલમાં પ્રવેશી ગયું છે. અહીં તાજેતરમાં જ વિદ્યાર્થીઓ માટે એક ગ્રાન્ડ સ્નાતક સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. વુહાનમાં ‘હ્યુજ રેડ બેનર’ અંતર્ગત 11,000થી વધારે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

નેવી ગાઉન અને મોર્ટાર બોર્ડમાં વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વગર એક જ હરોળમાં બેઠા હતા. અહીં એક મોટું બેનર લગાવવામાં આવ્યું હતું, જેના પર લખ્યું હતું કે 2020ના સ્નાતકોનું ફરીથી તેમના ઘરમાં સ્વાગત છે. અમે તમારા દરેકના ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરીએ છીએ. આ ઉપરાંત અહીં એક બેનર પર પ્રાચીન ચીનની કવિતાનો કોટ લઈને લખ્યું હતું કે ‘માછલીના કૂદ્યા પછી દરિયો અનંત હોય છે’

કોવિડ-19 પહેલીવાર 2019ના અંતમાં મધ્ય ચીનના હુબેઈથી રાજ્ય વુહાનમાં ફેલાયો હતો, જેને કારણે 11 મિલિયનના શહેરમાં સખત લોકડાઉન લગાવવું પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી. એપ્રિલ 2020 સુધી પ્રતિબંધોમાં કોઈ ઢીલ આપવામાં આવી નહી. અહીં 76 દિવસના લોકડાઉન પછી શહેર ફરી ધીમે ધીમે ખૂલવા લાગ્યું હતું. અહીં સ્કૂલો પણ ઘણા સમય સુધી બંધ રાખવામાં આવી હતી.

રવિવારે અહીં યોજાયેલા સ્નાતક સમારોહમાં 2,200થી વધારે વિદ્યાર્થીઓ એવા હતા, જે વાયરસ પ્રતિબંધોને કારણે ગયા વર્ષે તેમના સમારોહમા સામેલ થઈ શક્યા નહોતા.

ચીને સખત સીમા નિયંત્રણ, ક્વોરન્ટીન, ઓનલાઈન હેલ્થ કોડ અને સ્થાનિક ટ્રાન્સપોર્ટ પર કડક પ્રતિબંધો લગાવીને કોવિડ-19ની મહામારી પર નિયંત્રણ મેળવ્યું છે. 22 તારીખે અહીં કુલ 20 નવા કેસ નોંધાયા છે, જેમાંથી વિદેશથી આવેલા 18 લોકો સંક્રમિત મળ્યા છે અને બે દક્ષિણી ગ્વાંગડોંગ રાજ્યના સંક્રમિત નોંધાયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x