ગાંધીનગરગુજરાત

અમદાવાદ ગાંધીનગરને જોડાતા એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે ફ્લાય ઓવરબ્રિજ લોકો માટે ખુલ્લા મુકાશે

આજે અમદાવાદ ગાંધીનગરને જોડાતા એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે ફ્લાય ઓવરબ્રિજ લોકો માટે ખુલ્લા મુકાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. શાહ બોડકદેવ રસીકરણ કેન્દ્ર પર ઉપસ્થિત રહ્યા હતા અને સવારે 10:10 વાગે ફ્લાય ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. આ અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા છે. રૂ.28 કરોડના ખર્ચે દોઢ કિલોમીટર લાંબા ફ્લાય ઓવરબ્રિજના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા દૂર થઈ જશે. ઉપરાંત ખોડિયાર કન્ટેનર ડેપો પાસે પણ બનાવેલા ફલાય ઓવરબ્રિજનું ઉદ્ઘાટન પણ કરશે. સવારથી બંને ફ્લાય ઓવરબ્રિજના ઉદ્ઘાટનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. છારોડી SGVP ગુરુકુલ ગેટ પાસે કાર્યક્રમ યોજાશે.

અમિત શાહે જણાવ્યું કે, કોરોનાનું વેક્સિનેશન અભિયાન વધુ ઝડપી કરવામાં આવશે. યુવાનોને મફતમાં વેક્સિન આપવામાં આવશે. મને આશા છે કે કોરોનાનું સંક્રમણ હવે ઘટશે. મોદીજીના નિર્ણયના કારણે આખા વિશ્વમાં વેક્સિનેશનમાં આપણે આગળ છીએ. જે લોકોએ 1 ડોઝ લીધો છે તેઓ સમયસર બીજો ડોઝ લે એવી અપીલ છે. કારણ કે 2 ડોઝ લીધા પછી જ વેક્સિનની અસર સારી થશે.

દૈનિક 1 લાખ વાહનચાલકોને ફાયદો થશે
વર્ષ 2016માં સરખેજ ગાંધીનગર હાઇવે ઉપર 6 ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી મળી હતી. 867 કરોડના બજેટની 6 ફલાયઓવર માટે ફાળવણી થઈ હતી. વર્ષ 2020માં કામગીરી પુરી કરવા માટે મર્યાદિત સમય હતો. નવેમ્બર 2020માં 6 પૈકી 2 ફલાયઓવર નાગરિકોના ઉપયોગ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. વૈષ્ણોદેવી સર્કલ પર ગાંધીનગર અમદાવાદને જોડતો 1.5 કિલોમીટર લાંબો બ્રિજ આવતીકાલથી શરૂ થશે. જેથી દૈનિક 1 લાખ વાહનચાલકોને ફાયદો થશે. ઉપરાંત ખોડિયાર કન્ટેનર ડેપો પાસેના ફ્લાય ઓવરબ્રિજનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.

હવે 45 નહીં માત્ર 20થી 25 મિનિટમાં અમદાવાદથી ગાંધીનગર
અમદાવાદ-ગાંધીનગરને જોડવા એસજી હાઈવે પર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. 6 પૈકી 4 ફલાયઓવર હવે બનીને તૈયાર થઈ ગયો છે. અમદાવાદથી ગાંધીનગર સુધીનો જવાનો સમય 45 મિનિટથી ઓછો થઈને 20થી 25 મિનિટનો થશે. ગાંધીનગરથી સૌરાષ્ટ્ર જતા મુસાફરો એસજી હાઈવેનો ઉપયોગ કરે છે, ત્યારે આ રોડ પરથી ટ્રાફિકની સમસ્યા હલ કરવા ગાંધીનગરમાં બે અને પછી છેક સરખેજ સુધી તેના પર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાંથી ઘણાં બ્રિજનું કામ પૂર્ણ થઈ જતાં તેમને જાહેર જનતા માટે ખુલ્લા મુકાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x