આરોગ્યરાષ્ટ્રીય

કઠિન સમયમાં યોગ આત્મબળનું સાધન બન્યું છે: મોદી

આજે વિશ્વભરમાં 7મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાઈ રહ્યો છે. એની થીમ યોગ ફોર વેલનેસ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. એવામાં કોરોના સામેની લડાઈમાં યોગ આશાનું કિરણ બન્યો છે. મુશ્કેલ સમયમાં એના પ્રત્યે લોકોનો લગાવ વધ્યો છે. છેલ્લા દોઢ વર્ષમાં વિશ્વના મોટા દેશોમાં ભલે મોટા કાર્યક્રમનું આયોજન ન થયું હોય, પરંતુ યોગ પ્રત્યે ઉત્સાહ ઓછો થયો નથી. આ વખતની થીમ યોગ ફોર વેલનેસએ લોકોમાં યોગ પ્રત્યેનો લગાવ વધાર્યો છે. આશા કરું છું કે દેશ, સમાજ અને વ્યક્તિ સ્વસ્થ રહે.

મોદીના સંબોધનની મુખ્ય વાતો
1. કોરોનાકાળમાં યોગ આત્મબળનું મોટું માધ્યમ
યોગનું પ્રથમ પર્યાય સંયમ અને અનુશાસન છે. એને લોકો પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. કોરોનાનો આ અદૃશ્ય વાયરસ જ્યારે વિશ્વમાં આવ્યો ત્યારે કોઈપણ દેશ માનસિક રીતે તૈયાર ન હતો, એવામાં યોગ આત્મબળનું મોટું માધ્યમ બન્યો.

હું જ્યારે ફ્રન્ટલાઈન વર્કર સાથે વાત કરું છું ત્યારે તેઓ કહે છે કે તેમણે કોરોના સામેની લડાઈમાં યોગને સુરક્ષા-કવચ બનાવ્યું છે. ડોક્ટરોએ યોગથી પોતાને પણ મજબૂત કર્યા અને પોતાના દર્દીઓને ઝડપથી સાજા કરવામાં એનો ઉપયોગ કર્યો. આજે હોસ્પિટલમાંથી ઘણી તસવીરો આવે છે, જેમાં ડોક્ટર, નર્સ દર્દીઓને યોગ શીખવી રહ્યા છે.

2. યોગ પર વિશ્વમાં સાયન્ટિફિક રિસર્ચ થઈ રહ્યાં છે
અનુલોમ-વિલોમથી શ્વસન તંત્રને તાકાત મળે છે, આવું વિશ્વના વિશેષજ્ઞ જણાવી રહ્યા છે. તમિળ યોગ તિરુવલ્લુવર કહે છે કે રોગના મૂળ સુધી જાઓ અને એની સારવાર કરો. આજે મેડિકલ યોગ સાથે સાથે હીલિંગ પ્રોસેસ પણ એટલી મહત્ત્વની છે. યોગ પર સાયન્ટિફિક રિસર્ચ થઈ રહ્યાં છે. યોગથી આપણી ઈમ્યુનિટી પર થઈ રહેલા સકારાત્મક પ્રભાવ પર રિસર્ચ થઈ રહ્યા છે.

3. કોરોના સામેની લડાઈમાં યોગ બાળકોને તૈયાર કરી રહ્યો છે
આજે બાળકોને ઓનલાઈન ક્લાસથી પણ 10-15 મિનિટ યોગ અભ્યાસ કરાવાઈ રહ્યો છે, જે કોરોના સામેની લડાઈમાં તેને તૈયાર કરશે. સારું સ્વાસ્થ્ય સફળતાનું માધ્યમ છે. ભારતના ઋષિમુનિઓએ જ્યારે સ્વાસ્થ્યની વાત કરી છે ત્યારે એનો અર્થ માત્ર શારીરિક સ્વાસ્થ્ય નથી રહ્યો. યાગમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ભાર મૂકવામાં આવ્યો છે. યોગથી આપણને અનુભૂતિ થાય છે કે આપણી વિચારશક્તિ, આંતરિક સામર્થ્ય કેટલું વધારે છે, વિશ્વની કોઈપણ મુશ્કેલી આપણને તોડી શકતી નથી.

4. M-યોગ એપથી વિશ્વને ફાયદો થશે
ભારતે જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ રાખ્યો હતો ત્યારે એવો હેતુ હતો કે એનો લાભ સમગ્ર વિશ્વને મળે. હવે M યોગ એપની શક્તિ મળવા જઈ રહી છે. એમાં કોમન યોગ પ્રોટોકોલથી વીડિયો વિશ્વની અલગ અલગ ભાષામાં હશે. મને વિશ્વાસ છે કે આ એપ યોગને વિશ્વના દરેક ખૂણે લઈ જવામાં મોટી ભૂમિકા નિભાવશે.

5. યોગમાં બધાનું સમાધાન
ગીતામાં કહેવાયું છે કે વિયોગથી મુક્તિને જ યોગ કહેવાય છે. બધાને સાથે લઈને ચાલનારી આ યોગ યાત્રાને આપણે આવી રીતે જ આગળ વધારવાની છે. કોઈપણ સ્થાન, પરિસ્થિતિ કે ઉંમર હોય, યોગમાં બધાનું સમાધાન છે. આજે વિશ્વમાં યોગ સંસ્થાઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં યોગના મૂળભૂત સિદ્ધાંતોને દરેક લોકો સુધી લઈ જવાનું કામ જરૂરી છે. આપણે યોગનો સંકલ્પ લેવાનો છે અને પોતાના લોકોને એમાં જોડવાના છે.

કોરોના મહામારી વચ્ચે આ બીજો યોગ દિવસ
કોરોના મહામારી વચ્ચે બીજીવાર યોગ દિવસ મનાયાઈ રહ્યો છે. આ અગાઉ પણ કોરોના મહામારી વચ્ચે યોગ દિવસ મનાવાયો હતો. ગત વર્ષે એની થીમ યોગ ફોર હેલ્થ, યોગ ફ્રોમ હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x