સીરમ ઇન્સ્ટિટ્યૂટ જુલાઇથી બાળકો પર કરશે Novavax રસીનું ક્લિનિકલ ટ્રાયલ
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા બાળકો(Children)પર નોવાવેક્સ (Novavax) રસીનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ બાળકો(Children)પર કોરોના રસીનું ક્લિનિકલ ટ્રાયલ્સ આવતા મહિના એટલે કે જુલાઈથી શરૂ કરી શકે છે. જો કે બાળકો પર ક્લિનિકલ ટ્રાયલમાં માટેની આ ચોથી રસી હશે. આ અગાઉ બાળકો અન્ય 3 રસીઓના ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી રહ્યાં છે. સીરમને આશા છે કે સપ્ટેમ્બર સુધીમાં તે ‘કોવાવેક્સ’ નામથી દેશમાં નોવાવેકસનું રસીકરણ શરૂ કરી શકશે.
દેશમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ પૂર્વે ભારત બાયોટેકની કોવેકસીનનું પરીક્ષણ બાળકો(Children)પર કરવામાં આવી રહ્યું છે. ભારતમાં એનબાયોટેકની નેઝલ રસીનું પણ પરીક્ષણ ચાલી રહ્યું છે. આ ઉપરાંત ઝાયડસ કેડિલા પણ બાળકો પર રસીનું પરીક્ષણ કરી રહી છે. હવે આ સૂચિમાં સીરમ ઇન્સ્ટિટયુટની નોવાવેકસ(Novavax) પણ ઉમેરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, નોવાવેક્સ એક અમેરિકન કંપની છે. જેણે કોરોના રસી નોવાવેક્સ બનાવી છે. ભારતમાં નોવાવેકસની સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે ભાગીદારી છે. જે ‘કોવાવેક્સ’ નામથી કોરોના રસી પૂરી પાડે છે. સીરમ કોવિશિલ્ડ પહેલેથી જ રસીનું ઉત્પાદન કરી રહ્યું છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોવિશિલ્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મંગળવારે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે કોરોના સામે નોવાવેક્સ રસીની અસરકારકતાના ડેટા પ્રોત્સાહક છે અને તેના પરીક્ષણો ભારતમાં છેલ્લા તબક્કામાં છે. નીતિ આયોગે એમ પણ કહ્યું છે કે નોવાવેક્સ રસી સલામત અને અસરકારક છે.
દેશમાં કોરોનાની બીજી લહેર ધીરે ધીરે ઘટી રહી છે. ત્યારે હવે ત્રીજી લહેરની ચર્ચા પણ શરૂ થઈ છે. જેમાં સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કે. વિજય રાઘવન સહિત અનેક વિશેષજ્ઞ ત્રીજી લહેરને લઈને સાવચેત કરી ચૂક્યા છે.તેમજ આરોગ્ય નિષ્ણાતોના મતે ત્રીજી લહેર બાળકો માટે ઘાતક બની શકે છે. જેના પગલે અનેક રાજ્યોમાં બાળકોને કોરોનાથી બચાવવા અને કોરોના થયા બાદ તેમની સારવાર માટે દવાખાના અને સ્ટાફની તૈયારીઓ પણ આરંભી દીધી છે.