ગાંધીનગરગુજરાત

ગુજરાતના એલપીજી ગ્રાહકોને મોટો ફટકો, સરકારે વેટ સબસીડી રદ કરી

જુલાઇ 26, 2017
Manzil News, Gandhinagar :
ગુજરાતમાં એલપીજી ગેસ ધરાવતા ગ્રાહકો માટે માઠા સમાચાર છે. સરકારે વેટ સબસીડી રદ કરતા આશરે 63 લાખથી પણ વધુ ગ્રાહકોને અસર પડે તેમ છે. સામાન્ય રીતે ગુજરાત સરકાર દ્વારા દર સિલિન્ડર દીઠ પાંચ ટકા સબસીડી આપવામાં આવતી હતી. જેને બંધ કરવામાં આવતા હવે દર સિલિન્ડરે 23 રૂપિયા વધુ ચૂકવવા પડશે. રાજ્ય સરકારે આ નિર્ણય જીએસટી લાગુ થયા બાદ લીધો છે તેથી જુલાઈથી આવનારા નવા સિલિન્ડર પર સબસીડી આપવામાં આવશે નહિ. અગાઉ પાંચ ટકા વેટ સરકાર ભોગવતી હતી તેના બદલે હવે જીએસટીનો પાંચ ટકાનો બોજો ગ્રાહક પર નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી દર મહિને સરકારના 15 કરોડ જેટલા બચશે અને તેનો બોજો આશરે 63 લાખ કરતા વધુ ગ્રાહકો પર આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x