ગુજરાતધર્મ દર્શન

અમદાવાદ : આવતીકાલે ભગવાન જગન્નાથજીની 144મી જળયાત્રા યોજાશે

અમદાવાદમાં આવેલ જગન્નાથજી મંદિરમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની 144મી જળયાત્રા યોજાશે. મંદિર ખાતે જળાયાત્રાની અત્યારથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ જળાયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ હાજર પણ હાજર રહેવાના છે. જોકે કોરોનાને કારણે આ વખતે જળયાત્રામાં મર્યાદિત લોકોજ હાજર રહેવાના છે. ગત વર્ષે પણ કોરોનાને કારણે મંદિરમાં મર્યાદિત લોકો હાજર રહ્યા હતા. આ વખતે એક ગજરાજ સાબરમતી નદીના આરે રહેશે. જ્યારે અન્ય ગજરાજો મંદિરના પ્રાંગણમાં ઉભા રહેશે.

5 કળશ અને 5 ધ્વજ પતાકા સાથે જળયાત્રા યોજાશે 

5 કળશ, 5 ધ્વજ પતાકા સાથે આ વખતે જળયાત્રા યોજાશે. જોકે આ વખતે રથયાત્રા નિકળશે કે નહી નીકળે તે કહેવું ઘણું મુશ્કેલ છે. ગત વર્ષે પણ કોરોનાને કારણે રથયાત્રા શહેરમાં કાઢવાની જગ્યાએ મંદિર પરિસરમાંજ ફેરવવામાં આવી હતી. જેના કારણે ભક્તોમાં ઘણો નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો.

કોરોનાની સમિક્ષા બાદ રથયાત્રા અંગે નિર્ણય લેવાશે 

આવતીકાલે 24 જૂનના રોજ જળયાત્રા યોજાશે પરંતુ 12 જુલાઈના રોજ રથયાત્રા શહેરમાં નિકળશે કે નહિ નિકળે તે મુદ્દે હજુ સુધી કોઈ પણ પ્રકારની ચોક્કસ માહિતી સામે નથી આવી. કોરોનાની બીજી લહેરમાં તો ગુજરાતમાં અમદાવાદની સ્થિતી સૌથી ખરાબ હતી. જેથી સરકાર દ્વારા આ વખતે સમિક્ષા કર્યા બાદ રથયાક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે.

અમદાવાદની પરિસ્થિતી હાલ સારી 

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કોરોનાને કારણે અમદાવાદની હાલત સૌથી ખરાબ હતી. પરંતુ હાલ ધીરે ધીરે કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી લોકોને એવી આશા છે કે આ વર્ષે સરકાર દ્વારા રથયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવશે. પરંતુ હજુ સુધી આ મામલે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ચોક્કસ માહિતી આપવામાં નથી આવી

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x