ગાંધીનગરગુજરાત

રાજયમાં કોરોના કેસ ઘટતાં શાળાઓ શરૂ કરવા રાજ્ય સરકારની વિચારણા

CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં ગુજરાતની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. તો સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું કે, કોરોના કેસ ઘટતાં શાળાઓ શરૂ કરવા રાજ્ય સરકાર હકારાત્મક મૂડમાં છે અને આગામી 2 મહિનામાં જ શાળા કાર્ય શરૂ કરવા અંગે નિર્ણય લેવાઈ છે. તો આજની બેઠકમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવાને ગાઈડલાઈન પણ તૈયાર કરાશે તેવી પણ ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 135 નવા કેસ નોંધાયા છે જ્યારે 612 દર્દીઓએ વાયરસને મ્હાત આપતા રાજ્યનો રિકવરી રેટ 98.15 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓના નિધન થયા છે.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિનો ચિતાર 

ગુજરાતમાં કોરોના વાયરસના સતત ઘટતા કેસના કારણે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 5159 પર પહોંચી છે જ્યારે તેમાંથી 86 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે કુલ મૃતાંક 10037 પર પહોંચ્યો છે.

અમદાવાદમાં સૌથી વધારે કેસ 

ગુજરાતમાં 135 કેસમાંથી સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે, અમદાવાદ શહેરમાં 30 જ્યારે સુરત શહેરમાં 14 કોરોના કેસ સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં 10 કેસ જ્યારે વડોદરા શહેરમાં 8 કેસ સામે આવ્યા છે.

રાત્રી કર્ફ્યૂના સમયમાં પણ થઈ શકે ઘટાડો 

રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેને લઈને રાજ્ય સરકાર દ્વારા અનેક આર્થિક ગતિવિધીઓને છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના વેપારીઓએ રાત્રી કફર્યૂના સમયમાં ઘટાડો કરવા માટે માગ કરી હતી. વેપારીઓએ જણાવ્યુ કે રાત્રી કફર્યૂના સમયમાં ઘટાડો કરવામાં આવે તો તેમનો ધંધો ફરીથી પૂર્વવ્રત થવામાં રાહત રહેશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે છેલ્લા ઘણા સમયથી વેપારીઓના ધંધા રોજગારને ભારે અસર થઈ રહી છે.

દેશમાં કોરોનાની સ્થિતિ 

ભારતમાં કોરોનાની બીજી લહેર ભલે કમજોર પડી રહી હોય પણ સંક્રમણ મામલે ભારત વિશ્વભરમાં અમેરિકા બાદ બીજા ક્રમે પહોંચી ગયું છે.. ભારતમાં સંક્રમણનો આંકડો 3 કરોડને પાર પહોંચી ગયો છે. અને છેલ્લા 50 દિવસમાં સંક્રમણના 1 કરોડ કેસ નોંધાયા છે.

જેમાં 50 લાખ કેસ તો છેલ્લા 36 દિવસમાં જ નોંધાયા છે. કોરોનાથી મૃત્યુ મામલે પણ ભારત બીજા ક્રમે છે. દેશમાં અત્યાર સુધી 3.9 લાખ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે બીજી લહેર દરમિયાન દેશમાં 2.33 લાખ લોકોના મૃત્યુ થયા છે..

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x