ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ગુજરાતમાંથી કોંગ્રેસના રાજયસભાના ઉમેદવાર તરીકે Ahmed Patel એ ફોર્મ ભર્યું

July 26, 2017

ગુજરાતમાં કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર તરીકે Ahmed Patel એ વિધાનસભામાં ચુંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભર્યું છે. રાજ્યસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભરી રહેલા સાંસદ અહમદ પટેલની સાથે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસના નેતા મોહનસિંહ રાઠવા, કોંગ્રેસ અગ્રણી સિદ્ધાર્થ પટેલ, શકિતસિંહ ગોહિલ,અર્જુન મોઢવાડિયા સહિત અનેક નેતાઓ હાજર રહ્યાં હતા. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્યો સાથે જેડીયુ અને એનસીપીના ધારાસભ્યો પણ હાજર ઉપસ્થિત રહ્યાં હતા.

આ પૂર્વે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા મોહનસિંહ રાઠવાના પદગ્રહણ કાર્યક્રમમાં જેડીયુના ધારાસભ્ય છોટુ વસાવા અને એનસીપીના ધારાસભ્ય જયંત બોસ્કી પણ હાજર રહ્યા હતા. જયારે શંકરસિંહ વાઘેલાના ટેકેદાર ગણાતા ધારાસભ્યો કામીનીબા રાઠોડ,રામસિંહ પરમાર,ડો.અનિલ જોષીયારા પણ હાજર રહ્યાં હતા.
કોંગ્રેસની બેઠકમાં મોટી સંખ્યામાં ધારાસભ્યો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ બેઠકમાં એનસીપી અને જેડીયુના ધારાસભ્ય પણ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં હાજર રહેલા તમામે સાંસદ અહમદ પટેલના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ હાલમાં ઉભી થયેલી વિકટ રાજકીય સ્થિતિમાં પણ તેમના વિજયને નિશ્ચિત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત કોંગ્રેસમાં હાલ ઉભી થયેલી વિકટ સ્થિતિમાં પણ યોજાયેલી બેઠકમાં ધારાસભ્યોએ રાજ્યસભાની ચુંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ આ બેઠકમાં કાર્યકરોમાં પણ ખાસ્સો એવો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Gujarat માં આગામી સમયમાં રાજ્યસભાની ખાલી પડનાર ત્રણ બેઠકો ભરવા માટેની દ્વિવાર્ષિક ચૂંટણી તારીખ ૮ ઓગષ્ટ-ર૦૧૭ મંગળવારના રોજ યોજાશે. જેની માટે ર૧ જુલાઈ શુક્રવારના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે . ઉમેદવારી પત્ર ભરવાની છેલ્‍લી તારીખ ર૮ જુલાઈ અને ઉમેદવારી પત્રની ચકાસણી તા.ર૯ જુલાઈના રોજ કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્‍લી તારીખ ૩૧ જુલાઇ-ર૦૧૭ રહેશે.ગુજરાત રાજ્યમાંથી ચુંટાયેલા રાજ્યસભાના ત્રણ સભ્યો અહમદ પટેલ, દિલીપ પંડ્યા અને સ્મૃતિ ઇરાનીની મુદત આગામી ૧૮ ઓગષ્ટ-ર૦૧૭ના રોજ પૂર્ણ થાય છે.જેમના સ્થાને ભાજપે બે ઉમેદવાર અને કોંગ્રેસે એક ઉમેદવાર માટે ઉમેદવારી પત્ર ભરવાનું છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x