ગુજરાતમાં રાત્રી કરફ્યુને અંગે મહત્વનો નિર્ણય, કોર કમિટીની બેઠકમાં લેવાઇ શકે છે નિર્ણય
આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકનું આયોજન થઇ રહ્યું છે. તારીખ 26 જૂન સુધી રાત્રિ કર્ફ્યુની અમલવારીમાં સરકાર વધારો કરી શકે છે. કોરોના સંપૂર્ણ જ્યાં સુધી દૂર ના થાય ત્યાં સુધી નાઈટ કર્ફ્યુ શરૂ રાખવાની સરકારની વિચારણા હોવાનું અનુમાન છે. કેબિનેટ બેઠકમાં રાત્રિ કર્ફ્યુ બાબતે ચર્ચા થાય તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે 11 જૂનથી 26મી જૂન સુધી સવારના 6 કલાક સુધી વિવિધ નિયંત્રણો લગાવ્યાં છે. ત્યારે આ નિયંત્રણોમાં હોટલ-રેસ્ટોરન્ટને સવારના 9થી સાંજના 7 કલાક સુધી 50 ટકા બેસવાની ક્ષમતા સાથે તેમજ ટેકઅવે રાત્રે 9 સુધી અને હોમ ડિલીવરી રાત્રે 12 કલાક સુધી કરવાની મંજૂરી આપી છે. રાત્રિ કર્ફ્યુ રાત્રિના 9થી સવારના 6 કલાક સુધીનો છે.