ગુજરાતના બદલે મધ્ય પ્રદેશથી રાજ્યસભામાં જઈ શકે છે Smriti Irani
July 26, 2017
નવી દિલ્હી : રાજ્યસભા ચુંટણી માટે દોડ શરુ થઇ ગઈ છે. કેન્દ્રીય સુચના પ્રસારણ મંત્રી આ વખતે ગુજરાતના બદલે મધ્ય પ્રદેશથી રાજ્યસભા પહોચી શકે છે. પૂર્વ પર્યાવરણ મંત્રી અનીલ માધવ દવેના નિધન બાદ મધ્ય પ્રદેશથી રાજ્યસભાની જે સીટ ખાલી રહી છે તે સીટ પર Smriti Irani રાજ્યસભામાં પહોચી શકે છે.
આજે સાંજે ભાજપ ચૂંટણી સમિતિની બેઠક છે. આ બેઠકમાં સ્મૃતિ ઈરાની ચૂંટણી લડવા પર નિર્ણય શક્ય છે. ભાજપને ગુજરાતની બે સીટ માટે પોતાના ઉમેદવાર નક્કી કરવાના છે, જયારે મધ્ય પ્રદેશની એક સીટ પર અનીલ માધવ દવેના નિધનના કારણે પેટાચૂંટણી થવાની છે. દવેનું આ વર્ષે ૧૮ મે નું નિધન થઇ ગયું હતું. તેમનો કાર્યકાળ જુન ૨૦૨૨ સુધી હતો.
રાજ્યમાંથી કુલ ૧૧ રાજ્યસભા સદસ્યોમાંથી ભાજપ નેતા સ્મૃતિ ઈરાની અને દિલીપ ભાઈ પંડ્યાનો કાર્યકાળ આવનાર ૧૮ ઓગસ્ટે પૂર્ણ થઇ રહ્યો છે.
ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ અહમદ પટેલ, સ્મૃતિ ઈરાની, દિલીપ ભાઈ પંડ્યા, શિવશંકર ભાઈ અને પશ્ચિમ બંગાળથી ડેરેક ઓ બ્રાયન, દેબબ્રત બંદોપાધ્યાય, પ્રદીપ ભટ્ટાચાર્ય. સીતારામ યેચુરી, સુખેન્દુશેખર રાય અને ડોલા સેનનો કાર્યકાળ આગામી મહીને પૂર્ણ થશે.