ભારે વરસાદે સમગ્ર ગુજરાતને બાનમાં લીધું (સમગ્ર અહેવાલ)
July 27, 2017
અમદાવાદ : અમદાવાદમાં વરસાદના કારણે હાલત કફોડી થઇ છે. જનજીવન અસ્ત વ્યવસ્ત થઇ ગયું છે ત્યારે અમદાવાદના પૂર્વી વિસ્તારમાં ઘરમાં ચાર ચાર ફૂટ પાણી ભરાયા છે તંત્ર દ્વારા કોઇ નકકર કામગીરી હાથ ધરવામાં આવી નથી. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ થી વધુ વરસાદ પડી ગયો છે. સાથે ભારે વરસાદના કારણે તા. 30-7 ના રોજ યોજાનારી ટેટ-2 ની પરીક્ષા રદ કરવામાં આવી છે. જયારે વિરમગામની ેક શાળામાં પાણી ભરાતાં વિદ્યાર્થીઓને બહાર કઢાયા હતા. પીપળી વટામણ તારાપુર સજજડ બંધ રખાયું છે. લીમડી બગોદરા બંધ જેવી સ્થિતિમાં છે. આશ્રમ રોડ, જુનાવાડજ, સુપથ-2 ની સામેના રોડ પર ભુવા પડયા રોડ વનવે કરાયા છે. જયારે અમદાવાદમાં જુદા જુદા વિસ્તારોમાં 10 જેટલા મકાનો ધરાશાયી થયા છે. અને 9 જેટલા મકાનોમાં શોર્ટ સર્કિટ થયા છે. અને 14 જેટલા ઝાડો ધરાશયી થયા છે. અમદાવાદ જિલ્લાના 6096 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર,એરપોર્ટનો રન વે ધોવાઇ ગયો પાંચ વિમાન મુંબઇ ડાઇવર્ટ કરાયાં આજે શહેરની તમામ સ્કૂલો-કોલેજો સાથે ખાનગી ટ્યૂશન બંધ રાખવાનો આદેશ .શાહપુરમાં સદુમાતાની પોળમાં મકાન ધરાશાયી: જાનહાનિ નહીં
-વટવામાં સાડા 6 ઈંચ , મણીનગરમાં સાડા પાંચ ઈંચ વરસાદ
– ઓઢવમાં 5 ઈંચ , વિરાટનગરમાં 4 ઈંચ વરસાદ
– ઉસ્માનપુરમાં 4 ઈંચ , રાણીપમાં 4 ઈંચ વરસાદ
– વેજલપુરમાં 5 ઈંચ , ગોતામાં 3 ઈંચ વરસાદ
– કોતરપુરમાં 3 , મેમ્કો અને નરોડામાં 4 ઈંચ વરસાદ
– દાણીલીમડામાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબકયો
– શહેરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ
– બાપુનગર-ઓઢવનો મોટાભાગનો વિસ્તાર પાણી ગરકાવમાં, કોતરપુર, મેમકો, નરોડા વિસ્તારમં પાણી જ પાણી
– મીઠાખળી, અખબારનગર અંડરબ્રીજ બંધ કરાયા
– દક્ષિણી અંડર બ્રીજ પણ બંધ કરાયો
– અનેક જગ્યા પર વૃક્ષો થયા ધરાશાયી
– અમદાવાદનો પૂર્વ વિસ્તાર બેટમાં ફેરવાયો
– હાટકેશ્વર, ખોખરા, મણીનગર વિસ્તારમાં ભરાયા પાણી
– બોપલ, ધુમા, વસ્ત્રાપુર વિસ્તારમાં ભરાય પાણી
– વાસણા વિસ્તારમાં ઘરોમાં ઘુસ્યા પાણી
– ધોધમાર વરસાદને કારણે જનજીવન થયું ઠપ્પ
– ઘાટલોડિયા વિસ્તારમાં ઝાડ થયું ધરાશાયી
– બોપલ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો
– એરપોર્ટના રન વેમાં ભરાયા વરસાદી પાણી
– મોડી રાતથી શહેરમાં 48.15 મીમી વરસાદ નોંધાયો
– પૂર્વ ઝોનમાં 57 મીમી , પશ્ચીમ ઝોનમાં 31.75 મીમી વરસાદ
– નવા પશ્ચીમ ઝોનમાં 34 મીમી , મધ્ય ઝોનમાં 49.25 મીમી વરસાદ
– ઉત્તર ઝોનમાં 45.66 મીમી , દક્ષિણ ઝોનમાં 71.25 મીમી વરસાદ
– વાસણા બેરજની 128.75 ફૂટની સપાટીએ
ભાવનગર : જયારે ભાવનગરથી અમદાવાદના તમામ રોડ બંધ થઇ ગયા છે. રાજધાની, તન્ના તથા એસ.ટી.ની તમામ બસો પરત ફરેલ છે. અને ફેદરા, લોલિયા, ઘાલેરા, પીપળી, ધોળકાના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. અમદાવાદથી ભાવનગર તરફ જતા રસ્તામાં બ્રિજોની નીચેથી નદીઓ ભયજનક રીતે વહી રહી છે.
પાલનપુર : છેલ્લા બે દિવસથી અવિરત વરસી રહેલા વરસાદના પગલે ઉત્તર ગુજરાત પર આકાશી આફત વરસી છે બનાસકાંઠા જિલ્લામાં 18 ઇંચ, અમીરગઢમાં 16 ઇંચ, પાલનપુર લાખાણીમાં 15 ઇંચ, ડીસામાં 14 ઇંચ, વાવમાં 9 ઇંચ, થરાદમાં નવ ઇંચ, સુઇગામમાં 6 ઇંચ ખાબકયો છ.ે
પાટણ : જિલ્લામાં સૌથી વધુ પાટણ પંથકમાં 12 ઇંચ, સરસ્વતીમાં 11 ઇંચ, સિધ્ધપુરમાં 8 ઇંચ, રાધનપુર 6 ઇંચ,
રાજકોટ : છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ થી વધુ વરસાદ પડયો છે ત્યારે આજીડેમની સપાટી 28 ફૂટ પહોંચી છે.
બનાસકાંઠા : અતિ વરસાદના પુરના કારણે એકજ પરીવારના 17 લોકોના મોત થયા છે થરાના રુની ગામ પાસે નદીમાં 10 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કલેકટર અને હવામાથ ખાતા દ્વારા ચેતવણી જાહેર કરાઇ છે હજુ વધુ વરસાદ પડવાની શકયતા.
નર્મદા : કરણજડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે એક ગેટ ખોલી 3000 રેસ્કયુ પાણી છોડાયું
આણંદ : તારાપુર વટામણ તરફ જતો ગલીયાણા બ્રીજ ભારે વરસાદના પગલે બંધ કરાયો છે. તાલુકાના બાર જેટલા ગામોને એલર્ટ કરાયા છે. આણંદ કલેકટર નો હુકમ વડોદરા,સુરત થી સૌરાષ્ ટ્રતરફ જતા વાહનો એ વાસદ થી બગોદરા હાઈવે પર ન જવા સુચનો અપાયા.
મોરબી : રાજપર કુંતાસી ગામ માં 35 વિદ્યાર્થી ભરેલી બસ પાણીમાં વહી જતા ગામ લોકોએ બચાવ કાર્ય કરી વિદ્યાર્થીઓને બચાવ્યા હતા. ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો.મચ્છુ 2 ડેમના 10 દરવાજા પ ફૂટ ખોલાયા
વડોદરા : મહીસાગર નદીમાં પાણીનું સ્તર વધ્યું, પાદરા- વડોદરા તાલુકાના ૧૧ જેટલા ગામોને એલર્ટ કરાયાં,
પાદરા, ડબકા, ભાટાના સ્થાનિકોને સલામત સ્થળે ખસી જવા માટે જાહેરાત કરી વટામણ પાસેનો ગલિયાણા બ્રીજ બંધ કરવામા આવ્યો:
ગાંધીનગર : રાજ્ય સરકારના અતિવૃષ્ટિ ગ્રસ્ત વિસ્તારો માટે મહત્વ પૂર્ણ નિર્ણયો પૂર,અતિવૃષ્ટિમાં મૃત્યુ પામેલા નાગરિકોના વારસદારને રાજ્ય સરકાર 4લાખની સહાય વડાપ્રધાન રાહતનીધી માંથી 2 લાખની સહાય સાથે કુલ 6 લાખની સહાય અપાશે.ફસાયેલાને શોધવા બનાસ નદી પર GPSની મદદથી એરિયલ સર્વે કરાશે
કલોલ : ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સોજા ગામનાં તમામ તળાવો ઊભરાયાં છે. અતિભારે વરસાદના કારણે ગામના તમામ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. છેલ્લાં ચાર-પાંચ દિવસથી સતત-અવિરત વરસી રહેલા વરસાદને કારણે લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે. સાવચેતીના પગલાં રુપે ગ્રામ પંચાયત તરફથી અગમચેતીના આગોતરા પગલા લેવાઈ રહ્યાં છે. જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કોઈ સહાય મળવા પામી નથી. ગામની તમામ શાળાઓમાં બાળકોને રજા આપી શિક્ષકો જીવના જોખમે પણ ખડેપગે શાળા પરિસરમાં ઉપસ્થિત રહ્યા છે.
વરસાદમાં તમે ફસાયેલા હોય તો સંપર્ક કરો ગુજરાત સરકારના ઇમર્જન્સી સ્ટેટ ડિઝાસ્ટર નીચે આપેલા નંબર ઉપર ફોન કરવા વિનંતી છે.
079-23251900
079-23251002