ગુજરાત

ગુજરાતનો આંદોલનકારી ચહેરો અને લડાયક નેતા પ્રવીણ રામ AAP માં જોડાયા

જન અધિકાર મંચના લડાયક નેતા પ્રવીણ રામે આજે આમ આદમી પાર્ટી (AAP) નો ખેસ ધારણ કર્યો છે. જૂનાગઢના મનોરંજન સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં પ્રવીણ રામે આપનુ ઝાડુ પકડ્યુ છે. દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સાથેની બેઠક બાદ ગુજરાત પ્રભારી અને સ્થાનિક નેતાઓની હાજરીમાં આંદોલનકારી નેતા પ્રવીણ રામ (Pravin Ram) આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

પાટીદારો મતનો ફાયદો આપને થશે 
જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે પ્રવીણ રામ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પ્રવીણ રામના આમ આદમી પાર્ટી (aap gujarat) માં જોડાવાથી સૌરાષ્ટ્રના યુવા મતદારોનો પાર્ટીને લાભ મળી શકે છે. બે દિવસ પહેલા દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સાથે પ્રવીણ રામની બેઠક થઈ હતી. જેના બાદ તેમણે કહ્યું હતું કે, દિલ્હીની સુવ્યવસ્થાથી હુ પ્રભાવિત થયો છુ. અમારી ટીમ બેસીને આપમાં જોડાવા વિશે નક્કી કરશે.

કોણ છે પ્રવીણ રામ
પ્રવીણ રામ ગુજરાતનો લોકપ્રિય ચહેરો છે. તેઓ જનઅધિકાર મંચના અધ્યક્ષ છે અને આંદોલનકારી ચહેરો છે. પ્રવીણ રામની લડતના કારણે ગુજરાતમાં લાખો પરિવારોને તેનો ફાયદો થયો છે. બેરોજગાર યુવાનો અને કર્મચારીઓમાં પ્રવીણ રામનો મોટો પ્રભાવ છે. પ્રવીણ રામના આપમાં જોડાવાથી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ફાયદો થઈ શકે છે. સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણી મનીષ સિસોદિયાની હાજરીમાં આપમાં જોડાયા હતા. ત્યારે હવે સૌરાષ્ટ્રના યુવા પર પ્રભુત્વ ધરાવતા બીજું મોટું નામ પણ આપ સાથે જોડાયું છે. જેનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને આગામી વિધાનસભાની ચૂંટણીમા થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x