વેપાર

9000 રૂપિયા સસ્તુ મળી રહ્યું છે સોનુ , જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

સોનાની ખરીદી કરનારાઓ માટે સારા સમાચાર છે. આજે MCX માં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર ઓગસ્ટ સોનાનો વાયદો 10 ગ્રામ દીઠ રૂ 46537 ના સ્તરે છે. ગુજરાતમાં આજે સોનાના ભાવ ઘટયા છે. સોનુ (Gold Price Today in Gujarat) અમદાવાદ અને રાજકોટમાં 48200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ ટ્રેડ થઇ રહ્યું છે.

જો લેટેસ્ટ રેટ સાથે તુલના કરવામાં આવે તો સોનું તેના ઓલ-ટાઇમ- હાઈ 10 ગ્રામ દીઠ રૂ 56254 સામે 9000 રૂપિયા સસ્તુ છે. આ સિવાય જો આપણે આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો તેમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાનો દર પ્રતિ ઔંસ 1,763.63 ડોલર પર આવી ગયો છે જે છેલ્લા ચાર વર્ષનો સૌથી મોટો ઘટાડો છે.

ઈન્ડિયા બુલિયન માર્કેટે ટ્વીટ કર્યું છે
ઈન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન (ibjarates.com) ની વેબસાઇટ અનુસાર 1 ગ્રામ શુદ્ધ સોના (999) ની કિંમત 4701 રૂપિયા, 22 કેરેટ રૂપિયા 4541, 18 કેરેટ રૂ 3761 છે. IBJAએ જારી કરાયેલા દરો દેશભરમાં સર્વમાન્ય છે. જોકે આ વેબસાઇટ પર અપાયેલા દરમાં GSTનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

મિસ્ડ કોલથી રેટ જાણી શકાશે
તમે ઘરે બેઠા બેઠા આ ગોલ્ડ રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર માત્ર એક મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ જાણી શકો છો.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD  46537.00    -18.00 (-0.04%) – બપોરે 12.00 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999     48211
RAJKOT 999               48227
(સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 48100
MUMBAI                  46900
DELHI                      50080
KOLKATA                49120
(સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE           47730
HYDRABAD          47730
PUNE                      46900
JAYPUR                 50080
PATNA                    46900
NAGPUR                46900
(સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                42962
AMERICA          42099
AUSTRALIA      42112
CHINA               42100
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x