આરોગ્યગુજરાતરાષ્ટ્રીય

અમદાવાદની કંપનીએ તૈયાર કરી 12+ ઉંમર માટેની વેક્સિન, જાણો હવે શું

ઝાયડસ કેડિલાએ ડીસીજીઆઈ પાસે ડીએનએ રસી માટે મંજૂરી માંગી

કોરોનાની વિરુદ્ધ જંગમાં વધુ એક હથિયાર ઉમેરાયું. જો બધુ જ સારુ રહ્યુ તો ભારતમાં જલ્દી 12 વર્ષથી મોટી ઉંમરના બાળકોને રસી લગાવવાનું શરુ થઈ જશે.  ફાર્માસ્યૂટિકલ કંપની ઝાયડસ કેડિલાએ ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા એટલે કે ડીસીજીઆઈ પાસે 12 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકો માટે ડીએનએ રસીના ઉપયોગની મંજૂરી માંગી છે. ઉલ્લેખનીય છે કે ત્રીજા ચરણના ટ્રાયલ પુરા થઈ ચૂક્યા છે.

રસી  સુરક્ષા અને અસરકારક્તાના માપદંડો પર ખરી ઉતરી

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાનુસાર ઝાયડસ કેડિલાએ ભારતની ટોપ દવા નિયામક ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની સામે અરજી કરી છે. જેમાં તેમે પોતાની ડીએનએ રસી Zycov-Dના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી છે. ઝાયડસ કેડિલાની આ રસી 12 વર્ષ તથા તેનાથી ઉપરની ઉંમરના લોકો માટે છે. કંપનીએ રસીના ત્રીજા ચરણના ટ્રાયલનો ડેટા પ્રસ્તુત કર્યો છે. જેમાં 28000થી વધારે વોલેન્ટિયરોએ ભાગ લીધો હતો. રોયટર્સનું માનીએ તો ડેટામાં રસી સુરક્ષા અને અસરકારક્તાના માપદંડો પર ખરી ઉતરી છે.

12 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકોનું રસીકરણ જલ્દી શરુ થાય તેવી આશા

ઉલ્લેખનીય છે કે કોવિડ વર્કિંગ ગ્રુપના અધ્યક્ષ ડો. એન કે અરોડાએ કહ્યું છે કે ઝાયડસ કેડિલા રસીના ટ્રાયલ લગભગ પુરા થઈ ચૂક્યા છે. જુલાઈના અંત સુધીમાં અથવા ઓગસ્ટ સુધીમાં અમે 12થી 187 વર્ષના બાળકોને આ રસી આપવાનું શરુ કરી શકીએ છીએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x