ગુજરાત

વરસાદને લઇને રાહતના સમાચાર, 10 જુલાઇ બાદ વરસાદની આગાહી

 વરસાદને લઇને રાજ્ય માટે મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ચોમાસા બાબતે હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે લાંબા વિરામ બાદ 10 જુલાઈથી ફરી મેઘરાજા જમાવટ કરી શકે છે. જેમાં ખાસ કરીને 10 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 જુલાઈએ બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર બની રહ્યું છે. આ લૉ-પ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. સાથેસાથે 9 જુલાઈ સુધી લોકોએ ઉકળાટ સહન કરવો પડશે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં 11 જુલાઈએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x