રમતગમત

મહેન્દ્ર સિંહ ધોની પાસેથી આ રેકોર્ડને છીનવવા એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત

એમ એસ ધોની,(MS Dhoni) ક્રિકેટની દુનિયાના આ નામે ભારતીય ક્રિકેટ ચાહકોની એ તમામ ઇચ્છાઓ પુરી કરી, જેના માટે વર્ષો થી રાહ જોવાઇ રહી હતી. ધોનીએ એ દરેક શ્રેણીમાં ટીમ સાથે મેદાને ઉતરે, તે ટૂર્નામેન્ટ જીતવા માટે તે ટીમ પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહી હતી. કેપ્ટન કૂલ તરીકે જાણીતો એમએસ ધોની હરીફ ટીમની નબળાઇને પકડવામાં કાબેલ હતો. હરિફ ટીમની નબળી ક્ષણને તે ઝડપી લેવામાં ચપળ હતો. એ તકની જ રાહ જોતો રહેતો હતો, જેમાં તે મોટેભાગે સફળ રહેતો હતો.

મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) ને વિશ્વના સફળ કેપ્ટન તરીકે ગણવામાં આવે છે. તે ચાલાક કેપ્ટન તરીકે પણ જાણીતો છે. સાથે જ ધોનીને સફળ ફિનીશર તરીકે ગણના કરવામાં આવે છે. 16 વર્ષની કરિયરમાં દોનીએ અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ધોની હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચુક્યો છે અને હવે તે માત્ર આઇપીએલ ટૂર્નામેન્ટમાં જ હાલ રમતો જોવા મળી રહ્યો છે.

1981ની 7 જૂલાઇએ એમએસ ધોનીનો જન્મ થયો હતો. આજે ધોની નો 40મો જન્મદિવસ છે. આ દિવસની શરુઆતની ક્ષણ થી જ વિશ્વભરના તમામ ખૂણે થી ધોનીને શુભેચ્છાઓ મળી રહી છે. આ દિવસે ધોનીના એવા કેટલાક રેકોર્ડ પર નજર કરીશુ જે રેકોર્ડને તોડવા મુશ્કેલ છે.

ત્રણેય ICC ટ્રોફી ભારતને અપાવનારો કેપ્ટન

હાલમાં જ ભારતીય ટીમે WTC ફાઇનલ હારીને ICC ટ્રોફી ગુમાવી છે. પરંતુ એમએસ ધોની એમ જ સફળ કેપ્ટન નથી કહેવાતો, તેણે આઇસીસીની તમામ ત્રણેય ટ્રોફી જીતી છે. આમ કરનારો દુનિયાભરનો તે એકમાત્ર કેપ્ટન છે. 2007માં ધોનીની કેપ્ટનશીપમાં પ્રથમ ટી20 વિશ્વકપ ભારતે જીત્યો હતો. ત્યાર બાદ 2011 માં ધોની કેપ્ટનશીપ દરમ્યાન વિશ્વકપ જીત્યો હતો. 1983 બાદ ભારતે લાંબા અરસા બાદ બીજી વાર વિશ્વવિજેતા બનવાની તક મળી હતી. 2013માં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આમ ત્રણેય આઇસીસી ટ્રોફી તેણે જીતી લીધી હતી.

કેપ્ટનશીપ માં પણ ધોની અવ્વલ

કેપ્ટનશીપ દરમ્યાન પણ ધોની અનેક રેકોર્ડ નોંધાવી ચુક્યો છે. જોકે ધોની ટીમ ઇન્ડીયાના માટે 60 ટેસ્ટ મેચ અને 200 વન ડે મેચમં કેપ્ટનશીપ નિભાવી ચુક્યો છે. આ ઉપરાંત 72 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટનની ભૂમિકામાં હતો. આ દરમ્યાન તે ભારત માટે સૌથી વધુ મેચ જીતાડી આપનાર કેપ્ટન તરીકે નોંધાઇ ચુક્યો છે. તેણે 27 ટેસ્ટ મેચ, 110 વન ડે અને 41 ટી20 મેચોમાં ભારતીય ટીમને જીત અપાવી હતી. આમ સફળ કેપ્ટન તરીકે તે ગણવામાં આવે છે.

સૌથી વધુ સ્ટંમ્પીંગ ધોનીના નામે

કેપ્ટન ધોની મેદાનમાં હોય ત્યારે હરીફ ટીમે ખૂબ ચેતીને રહેવુ પડે એ વાત સાચી. પરંતુ બેટ્સમેને પણ ક્રિઝમાં આગળ નિકળીને રમવાનુ જોખમ લેવા માટે પણ અનેક વાર વિચારવુ પડે. કારણ કે સ્ટંમ્પ પાછળ રહેલો ધોની એટલો જ ચપળ રહેતો કે, સ્ટંમ્પીંગ આઉટ થવાના ચાન્સ બેટ્સમેન માટે સૌથી વધારે રહે. ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 192 સ્ટંમ્પ્સ વિકેટ ઝડપી ચુક્યો છે.

ધોની ની લાંબી ઇનીંગ

ધોની વિકેટકીપીંગ અને કેપ્ટનશીપ ઉપરાંત વિકેટકીપર બેટ્સમેન તરીકે પણ રકોર્ડ નોંધાવી ચુકયો છે. તેણે જયપુર સ્ટેડિયમમાં વર્ષ 2005 માં 183 રનની શાનદાર વન ડે ઇનીંગ રમી હતી. જે અણનમ ઇનીંગ તે શ્રીલંકા સામે રમ્યો હતો. જે દરમ્યાન તેણે 10 છગ્ગા અને 15 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલીયન વિકેટકીપર બેટ્સમેન એડમ ગીલક્રિસ્ટ પાસે હતો. તેણે 2004માં ઝિમ્બાબ્વે સામે 172 રનની ઇનીંગ રમી હતી.

નિચલા ક્રમે રહીને પણ શાનદાર શતક

પાકિસ્તાન સામેની એક મેચમાં સાતમાં ક્રમે બેટીંગ કરવા માટે આવેલા ધોનીએ સદી ફટકારી હતી. આમ કરનારો તે વિશ્વનો એક માત્ર કેપ્ટન છે કે, જે 7 માં ક્રમાંકે બેટીંગ કરીને શતક લગાવી ચુક્યો હોય. જે રેકોર્ડ તેણે વર્ષ 2012 માં પાકિસ્તાન સામે કર્યો હતો. ધોની પાકિસ્તાન સામે રમીને વન ડે અને ટેસ્ટ કરિયરના પ્રથમ શતક નોંધાવ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x