આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

સુરક્ષાદળોને મળી મોટી સફળતા, હિઝબુલનો TOP કમાન્ડર એન્કાઉન્ટરમાં ઠાર

સુરક્ષાદળોને  મોટી સફળતા મળી છે.જમ્મુ કાશ્મીર (jammu Kashmir )માં કેટલીક આતંકવાદી ગતિવિધીઓને હિઝબુલનો આ કમાન્ડર (Commander) અંજામ આપી ચૂક્યો હતો. ઉબૈદને ઠાર કરવાથી સુરક્ષાદળોની મોટી સફળતા મનાવામાં આવી છે

ઉત્તરી કાશ્મીર (North Kashmir)ના હંદવાડા (Handwara)માં ક્રાલગુંડના પાજીપોરા -રેનાન વિસ્તારમાં સુરક્ષાદળોની આતંકવાદી સાથે અથડામણ (Encounter in Handwara) થઈ હતી. પોલીસ સુત્રોનું કહેવુ છે કે, સેનાની 32RR અને CRPFની 92BNની સંયુક્ત ટીમ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે. ખુફિયા માહિતીના આધારે સુરક્ષાદળોના વિસ્તારોમાં આતંકીઓ છુપાવાની જાણકારી મળી હતી. ત્યારબાદ સુરક્ષાદળોની સંયુક્ત ટીમે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ કર્યું હતુ.

આતંકીઓ વિસ્તારમાં છુપાઈને ગોળીબાર શરુ કર્યો હતો સુરક્ષાદળોએ પણ કરાર જવાબ આપ્યો હતો. આ એનેકાઉન્ટર દરમિયાન સુરક્ષાદળોને હાથે મોટી સફળતા મળી હતી. આઈજીપી કાશ્મીરના જણાવ્યા મુજબ આ અથડામણમાં હિઝબુલ મુઝાહિદીનને સૌથી જૂના અને ટોર્ચના કમાન્ડરો (Commander) માંથી એક મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફ ઉબૈદને ઠાર માર્યો છે તો કેટલાક આતંકી ગુનાઓમાં સામેલ રહ્યા છે આ એક મોટી સફળતા છે

બારમુલામાં પણ ડ્રોનની પ્રતિબંધ

જમ્મુમાં એરફોર્સ સ્ટેશન (Air Force Station) પર હાલમાં જ ડ્રોન દ્વારા આતંકી હુમલા બાદ શ્રીનગર, રાજૌરી અને કઠુઆમાં સૌથી પહેલા એવી વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. બારમુલામાં ડ્રોન (Drone)કેમરા અથવા એવી વસ્તુઓ રાખનાર લોકોને તેમણે સ્થાનીક સ્ટેશનમાં જમા કરવવાનું પણ કહેવામાં આવ્યું છે. રામબનના જિલ્લાધિકારી મુસર્ત આલમે કહ્યું કે, સામાજીક અને સાંસ્કૃતિક આયોજનોમાં નાના ડ્રોન કેમેરાનો ઉપયોગ થાય છે અને રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા આના ઉપયોગ ન કરવાનો આદેશ જાહેર કર્યો છે.

ડોડામાં ગ્રેનેડ હુમલો

એક દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના ડોડા જિલ્લામાં પોલીસ લાઈન નજીક ગ્રેનેડ હુમલો (Grenade attack) થયો હતો. ગ્રેનેડ હુમલામાં એક જવાન ઘાયલ થયો છે જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘાયલ SOG જવાન પંછનો રહેવાસી છે તો સુરક્ષાદળોએ હુમલાખોરની શોધખોળમાં સર્ચ ઓપરેશન ચાલુ કર્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x