હવે શું નવું થવાનું છે? PM મોદીએ તાબડતોબ બોલાવી હાઈ લેવલ બેઠક
કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. આજે પ્રધાનમંત્રીની આગેવાનીમાં ઓક્સિજનની સ્થિતિ અંગે મહત્વની બેઠક યોજાવવા જઈ રહી છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરમાં ઓક્સિજનની માગ અને પુરવઠાની સ્થિતિની કરાશે સમીક્ષા કરશે.
નવા 43,393 કેસ નોંધાયા
કોરોનાની બીજી લહેર ધીમી પડ્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસ વધ્યા બાદ હવે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 43,393 કેસ નોંધાયા છે. જ્યારે 44,459 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 911 લોકોએ જીવ ઘુમાવ્યો છે.
અત્યાર સુધી દેશમાં કુલ કેસોની સંખ્યા
અત્યાર સુધી દેશમાં કુલ કોરોના કેસોની સંખ્યા 3,07,52,950એ પહોંચી છે. સાથે જ કોરોનાને મ્હાત આપીને સાજા થયેલા દર્દીઓની સંખ્યા 2,98,88,284 છે. હાલમાં દેશમાં એક્ટિવ કેસોની વાત કરવામાં આવે તો આ આંકડો 4,58,727 નોંધાયો છે. ત્યારે અત્યાર સુધી દેશમાં કોરોનાના કારણે 4,05,939 લોકોએ જીવ ગુમાવ્યા છે.