માસ્ક વગર ફરતા લોકોની ભીડ જોઈ PM મોદી હરકતમાં, મંત્રીઓને આપી દીધી કડક સૂચના
પીએમએ લોકોની આ બેદરકારી પર વ્યક્ત કરી ચિંતા
દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ હજું ઓછું માંડ થયું છે. તેવામાં પીએમ નરેન્દ્ર મોદીએ ભીડ વાળી જગ્યાઓ પર લોકોના કોવિડના નિયમોનું પાલન ન કરવા પર ચિંતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ગુરુવારે કહ્યું કે બેદરકારી માટે કોઈ જગ્યા ન હોવી જોઈએ. એક નાનકડી ભૂલના લાંબાગાળે પરિણામ આવી શકે છે. આનાથી મહામારી સાથેની લડાઈ નબળી પડી શકે છે. મંત્રી મંડળના વિસ્તારના એક દિવસ બાદ કેબિનેટના સભ્યો સાથે વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું કે મહામારીની વિરુદ્ધ ભારતની લડાઈ પૂરા દેશમાં જોર શોરથી જારી છે. રસીકરણ અને ટેસ્ટ થઈ રહ્યા છે. આ સાથે તેમણે લોકોને બેદરકારી ન વર્તવાની સલાહ આપી છે.એક સૂત્રએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હાલમાં મહિનાઓમાં સંક્રમણના જેટલા મામલા સામે આવી રહ્યા હતા તેના કરતા હવે ઓછા મળી રહ્યા છે. પરંતુ લોકોને બહાર નહીં નિકળવું જોઈએ. તમામે યાદ રાખવું જોઈએ કે કવિડ 19નો સંકટ હજું ટળ્યું નથી. અનેક અન્ય દેશોમાં સંક્રમણના મામલામાં વૃદ્ધિ જોવા મળી રહી છે. વાયરસમાં મ્યૂટેશન પણ થઈ રહ્યું છે.
જનતાને સાવધાની વર્તવા અપીલ કરી
પીએમ મોદીએ મંત્રીઓને કહ્યું કે સોકોમાં ડર પેદા કરવાનો લક્ષ્ય ન હોવું જોઈએ પરંતું જનતાને તમામ પ્રકારની સાવધાની રાખવા આગ્રહ કરવો જોઈએ. જેથી આવનારા સમયમાં રાષ્ટ્ર આ મહામારીના સંકટથી બહાર આવી શકે. તેમણે મંત્રીઓને સમય પર કાર્યાલય પહોંચવા અને પોતાની શક્તિ મંત્રાલયનું કામ કરવા લગાવાવ કહ્યું છે.
દિલ્હીમાં કોરોનાના 93 નવા મામલા વધુ 3 દર્દીના મોત
રાષ્ટ્રીય રાજધાનીમાં ગુરુવારે કોરોના વાયરસ સંક્રમણના 93 નવા મામલા સામે આવ્યા તથા મહામારીથી 93 વધુ દર્દીઓના મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડામાં આ જાણકારી સામે આવી છે. દિલ્હીમાં બુધવારે સંક્રમણનો દર 0.12 પર યથાવત છે. નવા બુલેટિન મુજબ અત્યાર સુધામાં 25, 008 દર્દીના મોત થયા છે.