શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના વર્ગો શરૂ કરવા માટે જાહેરાત
શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના વર્ગો શરૂ કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી. સરકારે ધોરણ12ના વર્ગો શરૂ કરવા પરિપત્ર જાહેર કર્યો છે. જેમા સરકારે ઓફલાઈન શિક્ષણ મુદ્દે ગાઈડલાઈન જાહેર કરી છે.
શાળામાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત
સરકારે જે પરિપત્ર જાહેર કર્યો તેમા તેમણે ઉલ્લેખ કર્યો છે, કે 50 ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને બોલાવી શકાશે. ઉપરાંત શાળામાં વિદ્યાર્થીઓની હાજરી પણ મરજીયાત રહેશે. એટેલે કે જે વિદ્યાર્થી શાળાએ ન આવી શકે તેના માટે ઓનલાઈન શિક્ષણની અલગથી વ્યવસ્થા કરવામાં આવશે. જોકે ઓફલાઈન શિક્ષણ માટે વાલીની સહમતિ જરૂરી રહેશે.
સોશિયલ ડિસટન્સ જરૂરી
શાળામાં બે વિદ્યાર્થીઓ વચ્ચે પર્યાપ્ત માત્રામા સામાજિક અંતર જાળવવું પણ જરૂરી રહેશે. તેમજ દરેક વર્ગખંડને યોગ્ય સમયે સેનેટાઈઝ પણ કરવા પડશે. શાળામાં વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ માટે માસ્ક ફરજિયાત રહેશે. ઉપરાંત શાળામાં પર્યાપ્ત માત્રામાં હેન્ડવોશ પણ રાખવું પડશે. જોકે ઓફલાઈન શિક્ષણમાં વાલીની સહમતી પણ જરૂરી રહેશે.