કર્ણાટકમાં CMના રાજીનામાની ચર્ચા વચ્ચે આ નેતા પહોંચ્યા દિલ્હી, જાણો કોણ બનશે નવા CM
મુરુગેશ નિરાની ભાજપ નેતાઓને મળીને રવિવારે અચાનક દિલ્હી પહોંચ્યા
કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની અટકણોની વચ્ચે રાજ્યના મંત્રી મુરુગેશ નિરાની ભાજપ નેતાઓને મળીને રવિવારે અચાનક દિલ્હી પહોંચ્યા છે. જો કે નિરાનીના નજીકના લોકોએ દાવો કર્યો છે કે તે ખાનગી પ્રવાસે દિલ્હી ગયા છે. કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનને લઈને સંશય યથાવત રહેવાની વચ્ચે યેદિયુરપ્પાએ રવિવારે કહ્યું કે તેઓ પદ પર બનેલા રહેશે કે નહીં સોમવારે ખબર પડી જશે.
અત્યાર સુધી કેન્દ્રીય નેતૃત્વનાં સંદેશ નથી મળ્યા – યેદિયુરપ્પા
કર્ણાટકથી સૌથી અસરદાર લિંગાયત નેતા અને રાજ્યમાં બે દાયકાથી ભાજપનો ચહેરો રહેલા 78 વર્ષીય યેદિયુરપ્પાએ રવિવારે સાંજે કહ્યું કે તેમને અત્યાર સુધી કેન્દ્રીય નેતૃત્વનાં સંદેશ નથી મળ્યા કે તેમને પદ પર બનેલા રહેવાનું છે કે હટવાનું છે. તેમને ભરોસો છે કે રવિવારે રાતે અથવા સોમવારે સવાર સુધી આ અંગે જાણકારી મળી જશે. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે કેન્દ્રીય નેતૃત્વનો સંદેશ આવે છે તો તે શું કરશે. તો યેદિયુરપ્પાએ કહ્યું કે હું તે બાદ નિર્ણય કરીશ.
નિરાની પણ યેદિયુરપ્પાની જેમ લિંગાયત સમુદાય સાથે સંબંધ ધરાવે છે
ખદાન મંત્રી નિરાની પણ યેદિયુરપ્પાની જેમ લિંગાયત સમુદાય સાથે સંબંધ ધરાવે છે. ભાજપના મહાસચિવ સીટી રવિ, કર્ણાટક સરકારના ગૃહ મંત્રી બસવરાજ બોમ્માઈ અને કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીના ઉપરાંત નિરાનીનું નામ પણ મુખ્યમંત્રીના સંભવિત ઉમેદવાર તરીકે રાખવામાં આવ્યું છે.