ગુજરાતના CM રૂપાણીની ચીમકી, કોરોનાના કેસ વધશે તો રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાદવાં પડશે………
ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ કોરોનાના નિયંત્રણો મુદ્દે ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. તેમણે આજે વડોદરા ખાતે જણાવ્યું હતું કે, કોરોનાના કેસ વધશે તો ફરીથી નિયંત્રણ લાદવામાં આવશે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ ફરીથી નિયંત્રણો આવે તેવા સંકેત આપ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, જ્યારે કેસ વધશે ત્યારે પાછા નિયંત્રણો લાદવ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અત્યારે કેસો ઓછા છે એટલે નિયંત્રણો હળવા કર્યા છે. કેસ વધશે તો ફરીથી નિયંત્રણો લાગુ કરાશે.
આજે વડોદરા ખાતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 14000 સખી મંડળોને 140 કરોડ પહોંચાડયા. વિરોધીઓને કહ્યું બુરી નજર વાલે તેરા મુહ કાલા. સરકારની સફળતાના કારણે વિરોધીઓના પેટમાં તેલ રેડાયું છે. સત્તા માટે નહીં સેવા માટે આવ્યા છીએ. 2 વર્ષ માં 10 લાખ બહેનોને સહાય આપશે. નારી ગૌરવ દિવસની વડોદરામા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ હાજરી આપી હતી. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત લોન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
મહિલા અને બાળવિકાસ વિભાગના વિવિધ વિકાસ કામોના ડીજીટલ ખાત મૂર્હત અને લોકાર્પણ કાર્યક્રમ હતો. રાજ્યવ્યાપી કાર્યક્રમમાં આખા રાજ્યના વિવિધ વિસ્તારમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા.